ગુજરાત

gujarat

ETV Bharat / state

આણંદમાં નકલી માર્કશીટના ત્રણેય આરોપીઓ 5 દિવસના રીમાન્ડ પર - Anand Police

આણંદ એસઓજી પોલીસે મંગળપુરા ખાતે આવેલા અતિથિ એપાર્ટમેન્ટમાં ચાલતી ખોડલ કન્સલ્ટન્સીમાં છાપો મારીને બનાવટી માર્કશીટ બનાવીને વેચવાનું કૌભાંડ ઝડપી પાડ્યું હતુ. જેમાં પોલીસે 3 આરોપીને ઝડપી મોટા પ્રમાણમાં બનાવટી માર્કશીટો, રોકડા 22.50 લાખ, પાસપોર્ટ, બનાવટી માર્કશીટો બનાવવા માટે વપરાતું કોમ્પ્યુટર, કલર પ્રિન્ટર સહિત મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

આણંદ
આણંદ

By

Published : Dec 17, 2020, 5:01 PM IST

  • બનાવટી માર્કશીટ કૌભાંડમાં આરોપીઓના રિમાન્ડ મંજુર
  • પોલીસ કરશે તલસ્પર્શી તપાસ
  • કેટલા લોકોની નકલી માર્કશીટ બનાવી તેનો થશે ખુલાસો

આણંદ : એસઓજી પોલીસે મંગળપુરા ખાતે આવેલા અતિથિ એપાર્ટમેન્ટમાં ચાલતી ખોડલ કન્સલ્ટન્સીમાં છાપો મારીને બનાવટી માર્કશીટ બનાવીને વેચવાનું કૌભાંડ ઝડપી પાડ્યું હતુ. પોલીસે આ અંગે કનુભાઈ રબારી, વડોદરાના આદિત્ય ચન્દ્રવદનભાઈ પટેલ અને હિરેન ઉર્ફે સોનુ ચંન્દ્રકાન્ત સાઠમને ઝડપી પાડીને મોટા પ્રમાણમાં બનાવટી માર્કશીટો, રોકડા 22.50 લાખ, પાસપોર્ટ, બનાવટી માર્કશીટો બનાવવા માટે વપરાતું કોમ્પ્યુટર, કલર પ્રિન્ટર સહિત મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

માર્કશીટો બનાવવા માટે વપરાતું કોમ્પ્યુટર,
કેટલી બનાવટી માર્કશીટ બનાવીને કોને વેચી તેની થશે તપાસ
આજે પકડાયેલા 3 આરોપીને અત્યાર સુધી આવી કેટલી માર્કશીટો બનાવી અને કોને-કોને, કેટલામાં વેચી, આ માર્કશીટોનો ઉપયોગ જે તે લેનારે શામાં કર્યો છે. જેવી બાબતોની તપાસ કરવા માટે રીમાન્ડની માંગણી કરતાં કોર્ટે પાંચ દિવસના રીમાન્ડ મંજૂર કર્યા હતા.

નકલી પાસપોર્ટ

બનાવટી માર્કશીટોમાં મેળવ્યા દસ લાખ રૂપિયા

રીમાન્ડ મળતાં જ ત્રણેયની તલસ્પર્શી તપાસ કરતાં અત્યાર સુધીમાં 15 જેટલી જુદા-જુદા ધોરણની બનાવટી માર્કશીટો બનાવીને જરૂરીયાતમંદ ગ્રાહકોને વેચી હતી. તેમજ અંદાજીત 10 લાખ રૂપિયા મેળવ્યા હોવાનું પણ બહાર આવ્યું છે.

બનાવટી સિક્કા

ગ્રાહકોની બૌદ્ધિક ક્ષમતા પ્રમાણે બનાવતા હતા નકલી માર્કશીટ
આણંદમાં પકડાયેલા નકલી માર્કશીટના આરોપીઓ ગ્રાહકની બૌદ્ધિક ક્ષમતા પ્રમાણે માર્કશીટ બનાવી આપતા હોવાનો ખુલાસો થવા પામ્યો છે. આવેલા ગ્રાહકના અન્ય સાચા પ્રમાણ પત્રોનો અભ્યાસ કરીને નકલી માર્કશીટમાં તેને અનુરૂપ ગુણ અને ગ્રેડ મૂકી આપતા. જેથી આ માર્કશીટમાં ગ્રાહકોની ક્ષમતા પ્રમાણેના અન્ય પ્રમાણપત્રો વચ્ચે આ નકલી માર્કશીટ સરળતાથી ઉમેરો કરી શકાય.

ABOUT THE AUTHOR

...view details