આણંદઃ CGM દુખબંધુ રથે etv bharatને જણાવ્યું હતું કે, જે રીતે અત્યારે ડિજિટલ યુગ ચાલી રહ્યો છે. ત્યારે SBI પણ હવે ગ્રાહકોને બેન્કિંગ સંબંધિત તમામ સેવાઓ ડિજિટલ ઉપલબ્ધ કરાવી શકે તે માટે કામ કરી રહી છે.
SBIના તમામ કામ YONO એપ્લિકેશન થકી શક્ય બનશે: CGM SBIની એપ્લિકેશન YONOમાં ઉપલબ્ધ સેવાઓ અંગે જાણકારી આપતા તેમણે જાણાવ્યું હતું કે, આ એપ્લિકેશન થકી બેન્કિંગના તમામ કામ ખુબન જ સહેલાઈથી થઈ શકે તે માટે તેને વિકસાવવામાં આવી છે અને ભવિષ્યમાં આ એપ્લિકેશન થકી બેન્કિંગને લગતા તમામ કામ ગ્રાહકો એક ક્લિક થકી કરી શકાય તેમ તેને વિકસાવવામાં આવશે.
વધુમાં મેનેજર દુખબંધુએ જણાવ્યું હતું કે, SBI બેન્કમાં બીજી બેન્કના વિલીનીકરણ થકી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા વધુ મજબૂત બની છે અને SBI પરિવારમાં બીજી બેન્કોના વિલીનીકરણથી પરિવારની પહોંચમાં વધારો થયો છે. જેનો ફાયદો એ થશે કે, બેંકની સાઇઝમાં વધારો થશે ગ્રાહકોને સારી સર્વિસ મળી રહેશે અને માર્કેટમાં ગ્રાહકોના વિશ્વાસને વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ થશે.
હાલમાં જ દેશમાં રજૂ થયેલ બજેટ પર તેમણે જણાવ્યું હતું કે, આ બજેટ બેન્કિંગ ક્ષેત્રને ઘણું જ અસરકારક નીવડી શકે તેમ છે. ઉત્પાદનની સાથે ગ્રાહકે તેના વપરાશમાં પણ વધારો કરવાની જરૂર છે. જો બજારમાં ગ્રાહક વપરાશમાં વધારો કરશે તો પ્રોડક્ટના ઉપભોક્તામાં વધારો થશે. જેના થકી નવી રોજગારીનું નિર્માણ થશે. જે દેશના અર્થતંત્ર માટે એક સારા સંકેત ઊભા કરશે.
એક સારા અર્થતંત્રના નિર્માણ માટે પ્રોડક્ટનું કન્ઝપ્સન સૌથી વધારે જરૂરી હોય છે. જેને પ્રોત્સાહન આપવા SBI દ્વારા રિટેલ સેક્ટરમાં ફાઈનાન્સ કરવામાં અગ્રિમતા દાખવવામાં આવે છે. સાથે-સાથે હાઉસિંગ સેક્ટરને પણ એટલું જ મહત્વ આપે છે. તેમણે જણાવ્યું હતું કે, SBI દ્વારા સાડા ચાર લાખ કરોડ જેટલી હાઉસિંગ ફાઇનાન્સ આપેલ છે. તથા તેમાં બજારમાં સૌથી ઓછું 7.90% વ્યાજના દરે હાઉસિંગ ફાઇનાન્સ કરી ઇકોનોમીને મજબૂત બનાવવા કામ કરે છે સાથે સાથે તેમણે MSME સેક્ટરમાં પણ વધુ finance કરી રોજગારીની નવી તકો ઉભી કરવા માટે પણ પ્રયત્નો કરતા હોવાની જાણકારી આપી હતી.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર પાસે આગામી દિવસોમાં MOU સાઇન કરી રોજગારીને વધારો લાવવા માટે પ્રયત્નો કરવામાં આવશે. જેમાં ગ્રાહકોને મુદ્રા લોન, રોજગાર લોન, જેવા ફાઇનાન્સ કરી દેશમાં MSME સેકટરને વધુ મજબૂત કરવા પ્રયત્ન હાથ ધરાશે. તેના થકી આપોઆપ રોજગારીમાં પણ વધારો થશે.