એકતા યાત્રા લઇ નીકળેલ રાધનપુરનાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોર આજે આણંદ જીલ્લામાં આવી પહોચ્યા છે. ઉમરેઠ તાલુકાનાં ધુલેતા ગામથી નીકળેલ આ યાત્રા જીલ્લાનાં 7 તાલુકામાંથી પસાર થશે જેમાં મોટી સંખ્યામાં ઠાકોર સેનાનાં સમાંર્થકો જોડાયા છે. જ્યાં વિવિધ સ્થળો એ તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ એકતા યાત્રા કાઢવા પાછળ મૂળ કારણ અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે, ગામે-ગામ ફરી સામાજને એકતા સંદેશો આપવાનો આનો મૂળ તાત્પર્ય છે. ભાઈચારો અને સદભાવનાનાં સંદેશ પહોચાડવા તથા આવનાર લોકસભાની ચુંટણીમાં ગ્રામ્ય કક્ષા એ ભાગલા અને વાડા નપડે તે માટેની સમજ આપવા અને બેરોજગારો તથા ખેડૂતોના પ્રશ્નોને વાંચા આપવા તેમના સુધી પહોચ્વા આ રેલી કાઢવામાં આવી છે.
અલ્પેશ ઠાકોરની એકતા યાત્રા આણંદ પહોંચી - RALLY
આણંદ: ઠાકોર સેનાનાં પ્રમુખ અને પાટણ જીલ્લાની રાધનપુર વિધાનસના યુવા ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ગત તારીખ ૨૦નાં રોજ અંબાજીથી એકતા યાત્રાનું પ્રારંભ કર્યું છે. જે યાત્રા 8 જિલ્લાઓમાં ફરી આણંદ જીલ્લામાં આવી ચુકી છે. જેમાં મોટી સંખ્યામાં સમર્થકો સાથે આણંદ જીલ્લાનાં 7 તાલુકાનાં ૪૦ જેટલા ગામો ફરશે.
અલ્પેશ ઠાકોર
આગામી લોકસભામાં તેમની ઉમેદવારી અર્થે પુછતા તેમને જણવ્યું હતું કે, લોકસભાની ચુંટણીમાં સમાજને એક થવાની જરૂર છે. વર્ષો પછી આજે ઠાકોર સમાજ એક થયો છે, તથા પડ્તર પશ્નો, રોજગારી અને ગરીબ ખેડૂતોના ઉધાર માટે તેમને કામ કરવું છે અને પાર્ટીનો નિર્ણય માન્ય રાખી આગળ કામ કરશે. વધુમા ઉમેર્યુ હતુ કે, ધારાસભ્યો લોકસભાની ચુંટણી લડે તેવો કોઈ મેનુફેસ્ટો પાર્ટીમાં નથી.