ગુજરાત

gujarat

ETV Bharat / state

ખંભાતના યુવાઓની સરાહનીય કામગીરી: માસૂમ બાળકના બચાવવા માટે અનેક યુવાનો મેદાનમાં આવ્યા - Youth News

ખંભાતના યુવાઓએ માનવતાની મહેક પ્રસરાવી હતી. ગાયત્રી નગરના યુવાઓએ સાથે મળીને ધૈર્યરાજસિંહને બચાવવા માટે ફાળો એકત્ર કર્યો હતો.

ગાયત્રી નગરની યુવા ટીમની સરાહનીય કામગીરી
ગાયત્રી નગરની યુવા ટીમની સરાહનીય કામગીરી

By

Published : Mar 14, 2021, 9:38 PM IST

  • ખંભાતના યુવાઓએ માનવતાની મહેક પ્રસરાવી
  • ગાયત્રી નગરની યુવા ટીમની સરાહનીય કામગીરી
  • નાનકડા માસૂમ બાળકના બચાવવા માટે અનેક યુવાનો મેદાનમાં આવ્યા

આણંદ: ખંભાતના ગાયત્રી નગરમાં યુવા વર્ગ ગરીબ જરૂરિયાતમંદ તેમજ વિકટ પરિસ્થિતિમાં ફસાયેલા કોઈપણ વ્યક્તિ માટે હર-હંમેશા મદદ માટે તત્પર હોય છે. કાનેસરના રહેવાસી (હાલ ગોધરા )ના ત્રણ માસના માસૂમ બાળક ધૈર્યરાજસિંહ એસ.એમ.એ.-1 નામની ગંભીર બીમારીનો ભોગ બન્યા છે. તેના બચાવ માટે ડોક્ટર 16 કરોડની માતબર રકમનું ઈન્જેક્શનનું સૂચન કરાયું હોવાથી તેના માટે ઈન્જેકશન એ જ રામબાણ હોવાથી આટલી મોટી રકમ પરિવાર માટે બોજારૂપ બની છે.

યુવાઓએ માનવતાની મહેક પ્રસરાવી

આ પણ વાંચો:ગોધરામાં એક બાળકને તંદુરસ્ત જીવન જીવવા જોઈએ છે 22 કરોડ રૂપિયા

ડોર ટુ ડોર ફરી ફાળો કર્યો એકત્ર

આ અંગે ગાયત્રીનગરના ઉત્સાહી કાર્યકર દિવ્યરાજસિંહના જણાવ્યા મુજબ ખંભાતમાં ગાયત્રીનગરના યુવાનોએ હિંમત દાખવી આગળ આવી ગાયત્રીનગર તેમજ આસપાસના સોસાયટી વિસ્તારોમાં ડોર ટુ ડોર ફરી ફાળો એકત્રિત કરવાની કામગીરી આરંભી છે. તેમજ ગાયત્રીનગર સર્કલ પાસે એક પેટી ગોઠવી વહેલી સવારે સાતથી સાંજના સાત સુધી દરેક આવન-જાવન કરતાં દરેક વ્યક્તિઓ પાસેથી સ્વેચ્છાએ ફાળો ઉઘરાવી આ રકમ ધૈર્યરાજસિંહને મોકલવાનો દ્રઢ સંકલ્પ કરી માનવતાની મહેક પ્રસરાવી છે.

આ પણ વાંચો:5 મહિનાની બાળકીની માંદગી માટે આર્થિક સહાયની અપીલ: એક ઇન્જેકશન માટે 16 કરોડની જરૂર

ખંભાતના યુવાનોમાંથી અન્ય યુવાનો પણ પ્રેરણા લે

આ અંગે ગાયત્રીનગરના યુવા કાર્યકર તેમજ નાયબ ચિટનીશ અધિકારી મહિપાલસિંહ ગોહીલના જણાવ્યા મુજબ ખંભાત શહેરમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ અનેક સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ગ્રુપ તેમજ સંસ્થાઓ હોય છે. દરેક ગ્રુપ તથા સંસ્થાઓ ગાયત્રી નગર વિસ્તારના યુવાનોમાંથી પ્રેરણા લઈ સક્રિય થાય તો આ માસુમ બાળકની બીમારી સરળતાથી ઉકેલી શકાય.

ABOUT THE AUTHOR

...view details