ગુજરાત

gujarat

ETV Bharat / state

આણંદના અધિક કલેક્ટરે પરિવાર કરતા ફરજને આપ્યું પ્રાધાન્ય, જાણો કેમ... - આણંદના અધિક કલેકટર

આણંદ જિલ્લામાં કોરોના વાઇરસ સામે નાગરિકોને રક્ષણ મળે અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર જનતાની કાળજી લેવામાં તંત્ર દ્વારા થતી કામગીરીની સમગ્ર જવાબદારી જિલ્લાના અધિક નિવાસી કલેકટર પી. સી.ઠાકોર સાંભળી રહ્યાં છે.

આણંદના અધિક કલેકટરે પરિવાર કરતા ફરજને આપ્યું પ્રાધાન્ય
આણંદના અધિક કલેકટરે પરિવાર કરતા ફરજને આપ્યું પ્રાધાન્ય

By

Published : May 6, 2020, 9:42 PM IST

આણંદ: કર્મનિષ્ટ અધિકારી પી. સી. ઠાકોર જ્યારે જિલ્લાને કોરોના સામે સુરક્ષિત રાખવા પ્રસનીય કામગીરી કરી રહ્યાં છે, ત્યારે આવા સમયે ગઈ કાલે તેઓના સસરાનું દુઃખદ અવસાન થયું હતું. આણંદ રેડ ઝોનમાં છે અને જવાબદારીઓનું સંકલનનું ભારણ વધુ છે, ત્યારે આવા સમયમાં પણ તેઓ પોતાના ફરજ પર હાજર રહ્યાં હતાં.

તેઓએ કલેક્ટર આર.જી. ગોહીલની માત્ર અવર જવરની રજા લઈ રાતે પહોંચીને પોતાના સસરાને પુષ્પાંજલિ અર્પણ કરી તુરંત ફરજ ઉપર આવી ગયા હતા. આવી ફરજ નિષ્ઠતા જિલ્લાની કાળજીને પ્રાથમિકતા આપવાનું તેઓનું આ કાર્ય સલામને પાત્ર છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અધિક કલેક્ટર પી.સી.ઠાકોર છેક રાજસ્થાનના કુશલગઢ પાસેના ડુંગરા ગામે વહેલી સવારે પાંચ વાગે પોતાના સાસરે પહોંચીને તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરી પરત ફરી ગયા હતા. જે બાદ બુધવારની સવાર્ર પરત ફર્સુયા બાદ તેઓ પોતાની કચેરી ખાતે ફરજ ઉપર હાજર થઈ ગયા હતા.

જ્યારે સરકારી અધિકારીઓ અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ પરિવાર કરતા ફરજને મહત્વ આપી પોતાનું કામ કરી રહ્યાં છે, ત્યારે ETV ભારત દરેક નાગરિકને અપીલ કરી રહ્યું છે કે, આવા કર્મનિષ્ઠ અધિકારીઓના બલિદાનને સન્માન કરવા સરકારી આદેશોનું પાલન કરીને ઘરમાં રહે.

ABOUT THE AUTHOR

...view details