આણંદઃ વર્ષ 2017માં આણંદના એક ગામમાં 44 વર્ષીય એક વ્યક્તિના હેવાનિયતનો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં આરોપીએ સંબંધિની જ 3.5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરી હત્યા કરી હતી. જેથી પોલીસે આ ગુનામાં રાજેશની અટકાયત કરી હતી. જેને આણંદ સેસન્સ કોર્ટે મંગળવારી ફાંસીની સજા ફટકારી છે.
આણંદઃ બાળકી સાથે દુષ્કર્મ આચરી હત્યા કરનારા આરોપીને મૃત્યુ દંડની સજા - આણંદ સેસન્સ કોર્ટ
વર્ષ 2017માં આણંદના એક ગામમાં 44 વર્ષીય એક વ્યક્તિના હેવાનિયતનો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં આરોપીએ સંબંધિનr સાડા ત્રણ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરી હત્યા કરી હતી. જેથી પોલીસે આ ગુનામાં રાજેશની અટકાયત કરી હતી. જેને આણંદ સેસન્સ કોર્ટે મંગળવારી ફાંસીની સજા ફટકારી છે.
આણંદ જિલ્લાના એક ગામના 44 વર્ષીય આરોપીને મંગળવારે આણંદ સેશન્સ કોર્ટ દ્વારા મૃત્યુદંડની સજા આપવામાં આવી છે. દર્શિત રાજેશ વાઘરી દ્વારા વર્ષ 2017માં પોતાના સંબંધિની સાડા ત્રણ વર્ષની દીકરીના અપહરણ બાદ દુષ્કર્મ અને હત્યાના આરોપમાં કોર્ટ કસ્ટડીમાં હતો. જેને કોર્ટે 3 વર્ષ બાદ આજે અટલે મંગળવારે કોર્ટે મૃત્યુદંડની સજા ફટકારી છે.
આણંદ સેશન્સ કોર્ટમાં સરકારી વકીલ નીતા પટેલની ધારદાર રજૂઆતો અને રજૂ કરવામાં આવેલા પુરાવાને ધ્યાનમાં રાખી કોર્ટે રાજેશને મૃત્યુદંડ સાથે અન્ય ગુનામાં આજીવન કેદની પણ સજા ફટકારી છે.