ગુજરાત

gujarat

ETV Bharat / state

ખંભાતના વટામણ બ્રિજ ઉપર બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત, 2ના મોત - ખંભાતના તાજા સમાચાર

ખંભાતના વટામણ બ્રિજ ઉપર બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં 2 યુવાનના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે, જ્યારે 1 યુવકની હાલત ગંભીર છે.

ખંભાતના વટામણ બ્રિજ ઉપર બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત
ખંભાતના વટામણ બ્રિજ ઉપર બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત

By

Published : Jun 7, 2021, 3:11 PM IST

  • વટામણ બ્રિજ ઉપર બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત
  • 2 યુવાનોના ઘટના સ્થળે મોત
  • 1 યુવાનની તબિયત ગંભીર

આણંદઃ ખંભાત તાલુકાના ભીમ તળાવ ગામના 3 યુવાનો પોતાના બાઈક ઉપર વટામણ બ્રિજ પાસેથી પસાર થતા હતા. આ દરમિયાન પુરપાટ ઝડપે સામેથી આવતી ટ્રકે ત્રણે બાઇક પરના યુવાનો ઉપર ટ્રક ફેરવી દેતા 2 બાઇક સવારોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક યુવાનની તબિયત ગંભીર જણાતા તેને વટામણ 108ની ટીમ દ્વારા તાત્કાલીક તારાપુર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

ખંભાતના વટામણ બ્રિજ ઉપર બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત

આ પણ વાંચોઃ બાઇક અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, બાઇક ચાલકનું મોત

ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો

ખંભાત તાલુકાના ભીમ તળાવ ગામના 3 યુવાનો રાઠોડ રણજીત કકુભાઈ ઉંમર વર્ષ 20 રાઠોડ દર્શન કનુભાઈ ઉંમર વર્ષ 19 અને ચૌહાણ વિષ્ણુ દાનુભાઈ ઉંમર વર્ષ 18 પોતાના બાઇક પર વટામણ બ્રિજ ઉપરથી પસાર થતા હતા. આ દરમિયાન સામેથી આવતી ટ્રક નંબર GJ 14 X 0700ના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતા ટ્રક બાઇક ઉપર ચડાવી દેતા બાઈકનો કચ્ચરઘાણ થઈ ગયો હતો. આ અંગે વટામણ 108ના પાયલોટ પ્રદ્યુમનસિંહ અને ઇ.એમ.ટી રૂપસિંહ રાઠોડના જણાવ્યા મુજબ બાઇક અને ટ્રક અકસ્માતમાં 2 લોકોનું ઘટનાસ્થળે જ મોત થયું છે, જ્યારે એકની હાલત સ્થિર છે. જેથી તેમને સારવાર અર્થે તારાપુર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details