ગુજરાત

gujarat

ETV Bharat / state

આણંદ-ખંભાતમાં કુલ 4 કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા, જિલ્લામાં કુલ 134 કેસ નોંધાયા - gujrat in corona

અનલોક-1 જાહેર કરાયા બાદ અપાયેલી છૂટછાટો અને અવર જવરના કારણે કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે આણંદ શહેરમાં પણ કોરોનાના વધુ 2 કેસ નોંધાતા કુલ આંક 6 થયો છે. આમ જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 134 પહોંચી છે અને આરોગ્ય વિભાગના મતે હાલમાં કુલ 12 પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ છે.

આણંદ-ખંભાતમાં 2-2 કોરોના પોઝિટિવ કેસ આવ્યા સામે, જિલ્લામાં કુલ 134 કેસ નોંધાયા
આણંદ-ખંભાતમાં 2-2 કોરોના પોઝિટિવ કેસ આવ્યા સામે, જિલ્લામાં કુલ 134 કેસ નોંધાયા

By

Published : Jun 18, 2020, 4:49 PM IST

આણંદઃ અનલોક-1 જાહેર કરાયા બાદ અપાયેલી છૂટછાટો અને અવર જવરના કારણે રાજયમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. આણંદ શહેરમાં પણ અનલોક બાદ ગુરુવારે વધુ 2 પોઝિટિવ કેસ નોંધાતા શહેરમાં કુલ 6 પોઝિટિવ કેસ નોંધાયા હતા, જ્યારે ખંભાતમાં લોકલ સંક્રમણ સહિતના કારણોસર પોઝિટિવ કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. જેમાં ગુરુવારે વધુ 2 વ્યકિતઓના પોઝિટિવ રિપોર્ટ આવ્યા હતા. આમ જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 134 પહોંચી છે. જો કે, સારવાર બાદ 106 દર્દીઓ સ્વસ્થ બનતા તેઓને હોસ્પિટલમાંથી રજા અપાઇ છે. આરોગ્ય વિભાગના મતે હાલમાં કુલ 12 પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ છે.

આણંદ-ખંભાતમાં 2-2 કોરોના પોઝિટિવ કેસ આવ્યા સામે, જિલ્લામાં કુલ 134 કેસ નોંધાયા

આણંદમાં ગુરુવારે ઇસ્માઇલનગરમાં મોટા મદરેસા સામે આવેલી સોસાયટીમાં 39 વર્ષીય અલ્તાફ વ્હોરાનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. તંત્રના મતે છેલ્લા ચારેક દિવસથી અલ્તાફભાઇને સામાન્ય તાવ અને કફ-છાતીમાં દુ:ખાવો થતો હતો. આથી તેઓ વડોદરામાં આવેલી મુસ્લિમ સમાજની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા હતા. જ્યા તેઓના સેમ્પલ લેવાયા હતા. જેનો ગુરૂવારે કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા જિલ્લા આરોગ્ય તંત્રને જાણ કરવામાં આવી હતી.

આથી આરોગ્ય અને પાલિકાની ટીમે ઇસ્માઇલનગરની સોસાયટીમાં પહોંચીને સમગ્ર વિસ્તારને સેનેટાઇઝ કર્યો હતો. અલ્તાફભાઇના પત્ની, 3 બાળકોનું મેડિકલ સ્ક્રીનીગ કરીને સમગ્ર ઘરને સેનેટાઇઝ કરાયું હતું. ઉપરાંત સોસાયટીના આગળના ભાગે બેરીકેટ લગાવીને અવરજવર બંધ કરવામાં આવી હતી. મળતી માહીતી મુજબ અલતાફ વોરા શહેરના ગુજરાતી ચોકમાં અનાજ દળવાની ઘંટી ધરાવે છે. આથી તંત્ર દ્વારા દર્દીના સંપર્કમાં આવેલાઓની યાદી બનાવવા સહિત દર્દીના પરિવારના સભ્યોના સેમ્પલ લઇને લેબોરેટરીમાં મોકલાયા હતા.

આણંદ-ખંભાતમાં 2-2 કોરોના પોઝિટિવ કેસ આવ્યા સામે, જિલ્લામાં કુલ 134 કેસ નોંધાયા
આણંદમાં ગુરુવારે નોંધાયેલા અન્ય પોઝિટિવ કેસ સરવરિયા મસ્જિદ વિસ્તારની આવકાર સોસાયટીમાં નોંધાયો હતો. જયાં 29 વર્ષના તૈજુન ટીનવાલાને છેલ્લા કેટલાક દિવસથી તેઓ જમવાનું લેતા ન હતા અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. આથી તેઓએ ખાનગી લેબોરેટરીને જાણ કરતા તેઓના ઘરે આવીને સેમ્પલ લઇ જવાયા હતા. જેઓનો ગુરુવારે કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. જેથી સ્થળ પર પહોંચેલી આરોગ્ય ટીમે જણાવ્યું હતું કે, જિલ્લામાં લો પોઝિટિવનો આ પ્રથમ કેસ છે. આથી આ યુવાનને તેમના ઘરે અલગ રૂમમાં હોમ કવોરેન્ટાઇન કરાયા છે, જયારે તેમના પરિવારના અન્ય 9 વ્યકિતઓનું મેડિકલ સ્ક્રીનીંગ કરી સેમ્પલ લેવાની તજવીજ હાથ ધરાઇ છે.

ઉપરાંત સમગ્ર સોસાયટીને સેનેટાઇઝ કરીને બેરીકેટ કરાઇ હતી. જાણવા મળ્યા બાદ તૈજુન ટીનવાલા પુના ખાતે નોકરી કરતો હતો, પરંતુ લોકડાઉન જાહેર થતા તે પરત આણંદ આવીને ઘરેથી જ કામકાજ કરતો હતો. ખંભાતના પીઠ બજારમાં 70 વર્ષીય પ્રૌઢ અને ચોકસીની પોળમાં પણ 70 વર્ષીય પ્રૌઢનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. જેથી આરોગ્યની ટીમ દ્વારા દર્દીના પરિવાર અને સંપર્કમાં આવનારાઓના મેડિકલ સ્ક્રીનીંગ સહિત સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરી હતી. ઉપરાંત આ વિસ્તારોને બેરીકેટેડ કરવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details