ગુજરાત

gujarat

ETV Bharat / state

આણંદ પાલિકા સંચાલિત શાળાઓમાં રમતોત્સવ યોજાયો - anand updates

આણંદ નગરપાલિકા અર્બન કોમ્યુનિટી ડેવલપમેન્ટ બોર્ડ અને આણંદ નગરપાલિકા સંચાલિત પ્રાથમિક શાળાઓના બાળકો માટે રમતોત્સવ યોજાવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ આણંદ કૃષિ યુનિવર્સિટીના વેટરનરી કોલેજના ગ્રાઉન્ડમાં યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા શિક્ષકો ઉપસ્થિત રહ્યાં હતાં.

આણંદ
આણંદ

By

Published : Feb 3, 2020, 2:38 PM IST

આણંદઃ નગરપાલિકા સંચાલિત વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો માટે બે દિવસીય રમતોત્સવ આણંદ કૃષિ યુનિવર્સિટીના વેટરનરી કોલેજ ગ્રાઉન્ડ ખાતે ઉજવાયો હતો. નગર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. આર.વી.વ્યાસ, આણંદ નગરપાલિકાના પ્રમુખ કાંતિભાઈ ચાવડા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યાં હતા, તેમજ નગરપાલિકાના ઉપપ્રમુખ, વિવિધ વિસ્તારોના કાઉન્સિલર, શિક્ષણ સમિતિના સભ્યો, આણંદ શહેર ભાજપના પ્રમુખ, સ્થાનિક આગેવાનો, વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા.

આણંદ નગરપાલિકા સંચાલિત શાળાઓમાં રમતોત્સવ યોજાયો

નગરપાલિકા સંચાલિત ૨૮ જેટલી શાળાઓના બાળકોએ આ રમતોત્સવમાં ભાગ લીધો હતો, આ રમતોત્સવમાં ખો-ખો, કબડ્ડી, ગોળા ફેંક, ઉચીકુદ, લાંબીકુદ સહિતની રમતોમાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લઇ રમત કૌશલ્ય પ્રદર્શિત કર્યા હતાં. આ પ્રસંગે આણંદ નગરપાલિકાના પ્રમુખ કાંતિભાઈ ચાવડા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, નગરપાલિકા સંચાલિત શાળામાં અભ્યાસ કરતા બાળકોને રમત ગમત ક્ષેત્રે તેમના કૌશલ્યો ઉજાગર થાય તે માટે આયોજન કરવામાં આવે છે અને આગામી દિવસોમાં પણ રાષ્ટ્રીય સ્તરે આ બાળકોને રમવા મોકલી શકાય તે માટે તેમને પ્રોત્સાહિત કરાશે.

આમ, "રમશે ગુજરાત, જીતશે ગુજરાત"ના સૂત્રને સાકાર કરવા રમતા બાળકોને રમતગમત ક્ષેત્રે જાગૃત કરવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details