ગુજરાત

gujarat

ETV Bharat / state

અમૂલ ડેરીની ખાસ સામાન્ય સભા યોજાઈ, કઈ કઈ બાબતો હતી આ સભાની ચર્ચામાં - In vitro fertilization

આણંદમાં અમૂલ ડેરીની ખાસ સાધારણ સભા(Special General Meeting of Amul Dairy) ગુરુવારે યોજાઈ હતી. આ સભા સરદાર પટેલ સભાગૃહમાં(Sardar Patel Auditorium) યોજવામાં આવી હતી. જેમાં તમામ દૂધ મંડળીઓના દૂધ ઉત્પાદકો હાજર રહી એજન્ડાના તમામ કામોનો સર્વાનુમતે નિકાલ કર્યો હતો.

અમૂલ ડેરીની ખાસ સામાન્ય સભા યોજાઈ, કઈ કઈ બાબતો હતી આ સભાની ચર્ચામાં
અમૂલ ડેરીની ખાસ સામાન્ય સભા યોજાઈ, કઈ કઈ બાબતો હતી આ સભાની ચર્ચામાંઅમૂલ ડેરીની ખાસ સામાન્ય સભા યોજાઈ, કઈ કઈ બાબતો હતી આ સભાની ચર્ચામાં

By

Published : Jun 24, 2022, 4:17 PM IST

આણંદ:અમૂલ ડેરીની ખાસ સાધારણ સભા((Special General Meeting of Amul Dairy)) ગુરુવારે સરદાર પટેલ સભાગૃહ(Sardar Patel Auditorium), અમૂલ ડેરી, આણંદમાં યોજાઈ હતી. ડેરીના ચેરમેન રામસિંહ પરમારે અમૂલ ડેરીને મળેલી મોટી સફળતા માટે સરદાર વલ્લભભાઈ પટેલ, મોરારજી દેસાઈ, ત્રિભુવનદાસ પટેલ અને ડો. વર્ગીસ કુરિયનને યાદ કર્યા હતા. તેમણે અમૂલ માટે આપેલા નિસ્વાર્થ યોગદાન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. જેમાં ખાસ સાધારણ સભામાં તમામ દૂધ મંડળીઓના દૂધ ઉત્પાદકો(Milk producers of milk societies) હાજર રહી એજન્ડાના તમામ કામોનો સર્વાનુમતે નિકાલ કર્યો હતો.

અમૂલ ડેરીની ખાસ સાધારણ સભા ગુરુવારે સરદાર પટેલ સભાગૃહ, અમૂલ ડેરી, આણંદ ખાતે યોજાઈ

આ પણ વાંચો:દૂધ ઉત્પાદન ક્ષેત્રે વિશ્વ સ્તરે સહકારી માળખું અમૂલ બ્રાન્ડ બનીને ઉભરી આવ્યું, જાણો વિશેષ અહેવાલ...

પાડા/વાછરડાના જન્મ થતા આર્થિક નુકસાન અટકાવી શકાય -અમૂલના ચેરમેન(Chairman of Amul Dairy) રામસિંહ પરમારે સંબોધનમાં જણાવ્યું હતું કે, વર્ષ 2021-2022 આંતરરાષ્ટ્રીય ડેરી વેપાર(International Dairy Trade) માટે ખૂબ કપરું રહેવા છતા સંઘનો ઉથલો રુપિયા 10,229 કરોડને પાર કરી ગયો છે. જે સંઘના ઈતિહાસમાં સર્વાધિક છે. સંઘના કાર્યક્ષેત્રમાં દૂધ સંપાદન બમણું કરવાના હેતુથી પશુપાલનમાં વિવિધ આધુનિક પદ્ધતિઓ છેલ્લા બે વર્ષથી અમલમાં કરવામાં આવેલા છે. જેમાં ઘણાં સારા પરિણામો મળેલા છે. સેકસ્ડ સોર્ટેડ વીર્ય ડોઝ(Sexed sorted semen dose) થકી 90 ટકાથી વધુ પાડી વાછરડીનો જન્મ થાય છે. જેનાથી સભાસદોને પાડા/વાછરડાના જન્મ થતા આર્થિક નુકસાન અટકાવી શકાય છે.

મોગર ફાર્મમાં IVF લેબોરેટરીની સ્થાપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. - વધુમાં મનુષ્યમાં IVF(In vitro fertilization) અને ભૃણ પ્રત્યારોપણ (એમ્બ્રીઓ ટ્રાન્સફર) ઘણી પ્રચલિત પદ્ધતિ છે. જે હવે પશુઓમાં પણ શક્ય છે. અત્યાર સુધીમાં કુલ 1050 ભૃણ પ્રત્યારોપણ કરવામાં આવેલા હતા. જે પૈકી અત્યાર સુધીમાં 283 પશુઓ ગાભણ થયેલા છે અને 143 પશુઓનું વિયાણ થયેલું છે. જે પૈકી 76 નર અને 67 માદા વાછરડાનો જન્મ થયો છે, જેનો બુલ મધર ફાર્મ મોગરમાં(Bull Mother Farm Mogar) વૈજ્ઞાનિક ઢબે ઉછેર કરવામાં આવી રહ્યો છે. સભાસદને આ યોજનાનો વધુમાં વધુ લાભ મળે તે હેતુથી મોગર ફાર્મમાં IVF લેબોરેટરીની સ્થાપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો:Mehsana Dudh Sagar Dairy: દૂધસાગર ડેરીના વહીવટદાર ભ્રષ્ટાચાર કરશે તો તેમની કાળજી કોણ રાખશે ?

એન્ટીબાયોટીક દવાઓનો વધુ માત્રામાં ઉપયોગ કરવાથી દૂધની ગુણવત્તામાં ઘટાડો -વધુમાં જણાવ્યું હતું કે, પશુ સારવારમાં વપરાતી એન્ટીબાયોટીક દવાઓનો વધુ માત્રામાં ઉપયોગ કરવાથી દૂધની ગુણવત્તામાં ઘટાડો થવાને કારણે દૂધની બનાવટોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે વેચવામાં મુશ્કેલી ઉભી થાય છે. આવી દવાઓનું પ્રમાણ ઘટાડવા કાર્યક્ષેત્રમાં અમુક બીમારીઓમાં પરંપરાગત પશુચિકિત્સા ઈથ્નોવેટ વેટરનરી મેડિસીન (EVM)નું કેટલ ફીડ ફેક્ટરી કંજરી ખાતે ઉત્પાદન કરી ઉપયોગ કરવાનું શરૂ કરેલ છે. હોમિયોપેથી દવાઓથી પશુઓને થતી સામાન્ય બીમારીઓમાં અસરકારક રીતે સારવાર કરી શકાય છે. જેનો ૨૦ જેટલી બીમારીઓમાં અજમાયશી ધોરણે ઉપયોગ કરવામાં આવેલ છે. જેના પણ ઘણાં સારા પરિણામ મળતા કેટલ ફીડ-ફેકટરી ખાતે વેટરનરી હોમિયોપેથી દવાઓનું ઉત્પાદન કરવાનું આયોજન હાથ ધરવામાં આવેલ છે .પશુઓની દૂધ ઉત્પાદકતામાં વધારો થાય અને તે માટે અમૂલની યોજનાઓનો લાભ લેવા પશુપાલકોને હાકલ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details