ગુજરાત

gujarat

ETV Bharat / state

ધર્મજમાં નકલી બેન્કના ખોલી ઠગનારા દંપતી વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ

આણંદઃ ગુજરાતના NRI ગણાતા ગામ ધર્મજમાં કોટક સિક્યુરિટીઝના નામે નકલી શાખા ખોલી ડિપોઝિટો ઉઘરાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં લોકોને ઠગનારા ઉંઝાના શાહ દંપતિ વિરૂદ્ધ છેતરપીંડીની ફરિયાદ નોંધાઈ છે. જેના આધારે પોલીસે તપાસ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ધર્મજ
ધર્મજ

By

Published : Dec 28, 2019, 2:32 PM IST

બોરસદની મહેન્દ્ર કોટક લી. બેન્કમાં મેનેજર તરીકે ફરજ બજાવતા અંકિતભાઈ મહેન્દ્રભાઈ પટેલે આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, "ગત ૧૩ ડિસેમ્બરે તેમની બેન્કમાં ધર્મજના શિવમભાઈ દરજી અને શિવમ પટેલ આવ્યા હતા. તારીખ ૨૦ ઓક્ટોબરે પટેલ મીનાબેન મનોજકુમાર (રે. ધર્મજ)ની ટર્મ ડિપોઝિટ એડવાઈઝ 1.80 લાખની બતાવી હતી. જેના પર કોટક મહેન્દ્ર બેન્કનો લોગો હતો. કોટક મહેન્દ્ર બેન્ક લી. ધર્મજનો રાઉન્ડ સીલ મારીને તેમાં અવાચ્ય સહી કરવામાં આવી હતી. આ ડિપોઝિટ સાચી છે કે, ખોટી અને તેને પ્રીમેચ્યોર પેમેન્ટ મળશે કે કેમ તેમ પૂછતાં પ્રથમદર્શનીય રીતે આ FD બનાવટી અને તેમની કોઈપણ શાખાની ન હોવાનું માલુમ પડ્યું હતુ. તેમજ ધર્મજમાં તેમની આવી કોઈ શાખા પણ નથી. બાદમાં તેમણે FD વિશે તેમણે કહ્યું હતું કે, કોટક સિક્યુરિટીઝ ધર્મજ શાખામાંથી કનક પ્રેમચંદ શાહે આપી છે.

ધર્મજમાં નકલી બેન્કના ખોલી ઠગનાર દંપતી વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ

આગળ વાત કરતાં તેમણે જણાવ્યું કે, "કનક શાહે પોતાને શાખાનો અધિકૃત વ્યક્તિ હોવાનું જણાવી મેનેજર તરીકે ઓળખાણ આપી હતી. શિવમભાઈ દરજી તથા શિવમભાઈ પટેલને નોકરી પર રાખ્યા હતા. કનકભાઈની પત્ની પ્રિયા માર્કેટીંગનું કામકાજ સંભાળતી હતી. આમ, આ દંપતિ લોકો પાસેથી 8.6 ટકા ઊંચુ વ્યાજ આપવાની લાલચ આપી લોકો પાસેથી લાખો રૂપિયાની FD ઉઘરાવતી હતી."

તારીખ ૧૨ ડિસેમ્બરના દિવસે દિનકર નામના ડૉક્ટર કનક શાહની શાખામાં આવ્યા હતા અને રોકાણ માટે ચેક આપતાં કનક શાહે ચેક લેવાની ના પાડી. રોકડા અથવા તો સેલ્ફનો ચેક આપવા જણાવ્યું હતું. ત્યારે ડૉક્ટરે તપાસ કરતાં તે દંપતિએ પકડાઈ જવાની ડરમાં શાખામાંથી લેપટોપ કૉમ્પ્યુટર સહિતનો સામાન લઈ ફરાર થઈ ગયા હતા.

નકલી બેન્કનું કૌભાંડ

આમ, કોટક મહેન્દ્ર બેન્ક અધિકૃત વ્યક્તિના હસ્તક નહોતી. પરંતુ ઉંઝાના શાહ દંપતિએ લોકોને ઠગવા માટે નકલી બેન્ક ઉભી કરી હતી. જેમાં ધર્મજ અને તેની આસપાસના લોકો પાસેથી ડિપોઝિટો ઉઘરાવી આરોપી ફરાર થઈ ગયા હતાં. જે અંગે પેટલાદ રૂરલ પોલીસ મથકે ગુનાહિત કાવતરુ રચી વિશ્વાસઘાત તેમજ છેતરપીંડી કરવાનો ગુનો દાખલ કરાયો છે.

આ ઘટના અંગે કોટક મહેન્દ્ર બેન્ક લી. બોરસદ શાખાના મેનેજર અંકિતભાઈ પટેલે ફરિયાદમાં જણાવ્યું છે કે, "કનક પ્રેમચંદ શાહને કોટક સિક્યુરિટી તરફથી શેર બ્રોકર એજન્ટ તરીકે નીમવામાં આવ્યા હતા. તેમને કોટક સિક્યુટિરીઝ માટે સ્ટોર બ્રોકીંગની માત્ર કામગીરી કરવાની હતી. તેઓને વ્યક્તિગત કે અન્ય કોઈપણ રીતે નાણાં ઉઘરાવવા બાબતે અને કોટક મહેન્દ્રા બેન્કની કોઈ એફડીઆર ઈશ્યુ કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા નહોતા. તેની શેર બ્રોકર તરીકેની નિમણૂકની પ્રક્રિયા ચાલુ હતી. તે દરમિયાન કામગીરી કરવા માટે અધિક્રૃત ટર્મીનલ પણ ફાળવવામાં આવ્યુ નહોતુ. છતાં લાખો રૂપિયાની ડિપોઝિટ ઉઘરાવીનું મસમોટું કૌભાંડ થયું છે.

ABOUT THE AUTHOR

...view details