ગુજરાત

gujarat

ETV Bharat / state

Tampering Minor Girl in Vidyanagar : વિદ્યાનગરમાં ટ્યુશન શિક્ષકે સગીરાને એક્સ્ટ્રા ક્લાસ માટે બોલાવી અડપલા ચાલુ કર્યા - Complaint of Tampering in Vidyanagar

વિદ્યાનગરમાં ટ્યુશન શિક્ષકનો હવસ ખોર કિસ્સો સામે ખળભળાટ (Tampering Minor Girl in Vidyanagar) મચી જવા પામ્યો છે. 15 વર્ષની સગીરાને એક્સ્ટ્રા ક્લાસ માટે બોલાવી શિક્ષકે શારીરિક છેડછાડ કરવાનું ચાલુ કર્યું હતું. આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે શિક્ષકને ઝડપી પાડવા (Complaint of Tampering in Vidyanagar) ચક્રો ગતિમાન કર્યા હતા.

Tampering Minor Girl in Vidyanagar : વિદ્યાનગરમાં ટ્યુશન શિક્ષકે સગીરાને એક્સ્ટ્રા ક્લાસ માટે બોલાવી અડપલા ચાલુ કર્યા
Tampering Minor Girl in Vidyanagar : વિદ્યાનગરમાં ટ્યુશન શિક્ષકે સગીરાને એક્સ્ટ્રા ક્લાસ માટે બોલાવી અડપલા ચાલુ કર્યા

By

Published : Feb 8, 2022, 3:42 PM IST

આણંદ : ગુરૂ-શિષ્યોના પવિત્ર સંબંધને લાંછન લગાડતો એક કિસ્સો વિદ્યાનગરમાં ઉજાગર થતાં જ શૈક્ષણિક જગતમાં ભારે ખળભળાટ (Tampering Minor Girl in Vidyanagar) મચી જવા પામ્યો છે. શિક્ષકે ટ્યુશને આવતી સગીરાને એક્સ્ટ્રા ક્લાસ માટે બોલાવીને મકાનના ઉપલા માળે બેસાડી હતી. જ્યાં સગીરા સાથે શારીરિક અડપલાં કરીને ગાલે તેમજ ગરદને બચકા ભર્યા હતા. આ અંગે વિદ્યાનગર પોલીસે ગુનો દાખલ કરીને શિક્ષકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

એક્સ્ટ્રા ક્લાસ માટે બોલાવી અડપલાં કર્યા

મળતી માહિતી મુજબ મૂળ અમદાવાદના પરંતુ હાલમાં વિદ્યાનગર ખાતે એક કોલેજમાં અધ્યાપક તરીકે ફરજ બજાવે છે. ત્યારે 15 વર્ષ સગીરાને ધોરણ 11માં અભ્યાસ કરે છે. જે છેલ્લા સાતેક મહિનાથી વિદ્યાનગર નાના બજાર ખાતે સહજાનંદ ક્લાસીસની સામે, પ્રભુ કાન્ત બંગલામાં રહેતા કાંતિ પટેલ ઉર્ફે કે.એસ.પટેલના (ઉ.62) ઘરે બાયોલોજીના ટ્યુશને જતી હતી. ત્યારે ગઈકાલે સવારે સગીરાને ટ્યૂશન શિક્ષક કે.એસ.પટેલે એકસ્ટ્રા ક્લાસ માટે બોલાવી હતી. સગીરા ટ્યુશને (Tuition Teacher Tampered with Minor Girl) જતા જ મકાનના ઉપલા માળે થોડીવાર ભણ્યા બાદ કે.એસ. પટેલે સગીરા સાથે શારીરિક છેડછાડ શરૂ કરી દીધી હતી. સાથે સાથે સેક્સ સંબંધી વાતો પણ કરીને સગીરાને ઉત્તેજીત કરવા લાગ્યો હતો. ત્યારબાદ તેને ગાલ પર અને બોચીના ભાગે બચકા ભરી લીધા હતા.

આ પણ વાંચો:સુરત પોલીસે રચ્યો ઇતિહાસ, પોસ્કોના ગુન્હામાં પકડી પાડેલ આરોપીના 10 દિવસમાં ચાર્જશીટ કોર્ટમાં રજુ કરાયા

સગીરા ઘરે મોઢુ અને ગળુ ઢાંકીને ફરતી હતી

જો કે આ કરવા અંગે સગીરાએ વિરોધ કરતા જ છોડી દીધી હતી અને ફરીથી ભણવા લાગ્યા હતા. ટ્યુશન પુરુ થતા સગીરાએ તેની સાથે બનેલી વાત બહેનપણીને કરી હતી. તેમજ ઘરે આવ્યા બાદ સગીરા મોઢુ અને ગળુ ઢાંકીને ફરતી હતી. સાંજના સમયે સગીરાના પિતાની ગાલ પર નજર પડતાં જ બચકા ભર્યા જણાયા હતા. પતિએ પુત્રીને પુછપરછ કરતાં પુત્રીએ કહ્યું બહેનપણી સાથે મસ્તી કરતા ગાલ પર ખેંચેલા પડ્યા. જો કે થોડીવાર બાદ મોટા બાપુની પુત્રીએે ઘરના સભ્યોને ફોન કરીને બનાવની હકીકત જણાવી દીધી હતી. જેથી સગીરાના પિતાએ વિદ્યાનગર પોલીસ મથકે ફરિયાદ છે. જેથી પોલિસે પણ હવસખોર (Complaint of Tampering in Vidyanagar) શિક્ષકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા..

આ પણ વાંચો:સુરતમાં અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરી બાળકીની હત્યા કરાઈ: ફોરેન્સિક રિપોર્ટમાં કરાયો ખુલાસો

ABOUT THE AUTHOR

...view details