- IRMA કરશે મિલ્ક મેન ઓફ ઇન્ડિયા ડૉ વર્ગીસ કુરિયનના જન્મ શતાબ્દી વર્ષની ઉજવણી
- વિખ્યાત શૈક્ષણિક સંસ્થા IRMA દ્વારા નવો કોર્સ શરૂ કરશે
- 90 મિનિટના 65 સેશનનો CSR કોર્ષ
આણંદ : દેશને ડેરી ઉદ્યોગ ક્ષેત્રે ક્રાંતિકારી સિદ્ધિ પ્રાપ્ત કરાવનારા અને તેના કારણે મિલ્ક મેન ઓફ ઇન્ડિયા ( Milk Man of India )નું બિરૂદ પ્રાપ્ત કરનારા ડૉ. વર્ગીસ કુરિયન ( Verghese Kurien )ના જન્મને 100 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ડૉ. વર્ગીસ કુરિયન ( Verghese Kurien ) એ અમુલ ડેરી ( AMUL ) સાથે ઘણી સંસ્થાઓની સ્થાપના કરી હતી. જે આજે સમાજ માટે ઘણી મદદરૂપ બની રહે છે. ત્રિભુવનદાસ ફાઉન્ડેશન, NDDB, GCMMF અને IRMA જેવી સંસ્થાઓ ડૉ. વર્ગીસ કુરિયન (Verghese Kurien)ની દીર્ઘદ્રષ્ટીની સાક્ષી પૂરે છે.
CSR સાથે જોડાયેલા વર્કિંગ પ્રોફેશનલ મેનેજરને ઇન્ફોર્મ મેનેજર બનાવમાં મદદ કરશે
IRMAના પ્રોફેસર સુધીર સિંહાએ આ વિશેષ કોર્ષ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, IRMAના સ્થાપક અને પ્રથમ ફાઉન્ડર ડાયરેક્ટર ડૉ. વર્ગીસ કુરિયન ( Verghese Kurien )ના જન્મને 100 વર્ષ પૂર્ણ થતાં હોવાથી IRMAદ્વારા ડૉ. વર્ગીસ કુરિયનના જન્મ શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે આ કોર્ષને લોન્ચ કરવામાં આવ્યો છે. આ કોર્ષ CSR ( Community and Social Development ) સાથે જોડાયેલા વર્કિંગ પ્રોફેશનલ મેનેજરને ઇન્ફોર્મ મેનેજર બનાવમાં મદદ કરશે. સામાન્ય રીતે દેશમાં CSR એક્ટિવિટી ખૂબ મોટા પ્રમાણમાં થાય છે. IRMA દ્વારા આ વકિંગ પ્રોફેસનલને ઈન્ફોર્મ મેનેજર બનવા માટે 90 મિનિટના 65 સેશન દ્વારા માહિતગાર કરવામાં આવશે.
સર્ટીફિકેટ કોર્ષમાં શરૂઆતમાં 30 વર્કિંગ મેનેજરને પ્રવેશ આપવામાં આવશે
દેશમાં આર્મી દ્વારા પણ ખૂબ મોટા CSR એક્ટિવિટી ફંડને લોકહિતના ઉપયોગમાં લેવામાં આવે છે, ત્યારે IRMA ( Institute of Rural Management Anand ) દ્વારા ચાલુ કરવામાં આવેલા આ નવા સર્ટીફિકેટ કોર્ષમાં આર્મીના જવાનોને વિશેષ ડિસ્કાઉન્ટ સાથે પ્રવેશ આપવામાં આવશે. 6 મહિનાના આ કોર્ષમાં સંપૂર્ણ અભ્યાસક્રમ ઓનલાઇન ચલાવવામાં આવશે. જેથી કોર્પોરેટના CSR મેનેજર ચાલુ નોકરી દરમિયાન પણ આ સેર્ટીફિકેટ કોર્ષ કરી શકે છે. IRMA દ્વારા 6 મહિનાના આ સર્ટીફિકેટ કોર્ષમાં શરૂઆતમાં 30 વર્કિંગ મેનેજરને પ્રવેશ આપવામાં આવશે.