ગુજરાત

gujarat

ETV Bharat / state

પટેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા આણંદ જિલ્લાને એમ્બ્યુલન્સ ભેટ કરાઈ - Latest news of anand district

આણંદ જિલ્લા માટે પટેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વડોદરા દ્વારા વર્તમાન કોરોના સંક્રમણ સામે ઉપયોગમાં લઈ શકાય તેવી અદ્યતન એમ્બ્યુલન્સ સ્વ. વિઠ્ઠલભાઈ પટેલની પૂણ્યતિથિ નિમિત્તે સ્વ. વિઠ્ઠલભાઈ પટેલ ફાઉન્ડેશન તરફથી સી.એસ.આર હેઠળ ભેટ આપવામાં આવી હતી. જેને આણંદ જિલ્લા કલેકટર આર.જી. ગોહિલને પટેલ ઈન્ફરાસ્ટ્રકચર લિમિટેડના મેનેજીંગ ડાયરેક્ટર અરવિંદભાઈ પટેલ દ્વારા અર્પણ કરવામાં આવી હતી.

પટેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા આણંદ જિલ્લાને આધુનિક એમ્બ્યુલન્સ ભેટ કરાઈ
પટેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા આણંદ જિલ્લાને આધુનિક એમ્બ્યુલન્સ ભેટ કરાઈ

By

Published : Aug 19, 2020, 8:50 PM IST

આણંદ: કોરોના મહામારી દરમિયાન જિલ્લાની જનતાની સુવિધા માટે બુધવારના રોજ પટેલ ઈન્ફ્રાસ્ટ્રકચરના મેનેજીંગ ડિરેક્ટર અરવિંદભાઈ પટેલે પિતાની સ્મૃતિ માટે એમ્બ્યુલન્સ દાન કરી હતી. જેને આણંદ જિલ્લા કલેક્ટર આર.જી.ગોહિલે જિલ્લા આરોગ્ય વિભાગને હવાલે સુપરત કરી હતી.

પટેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા આણંદ જિલ્લાને આધુનિક એમ્બ્યુલન્સ ભેટ કરાઈ
આર.જી.ગોહિલે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વડોદરા દ્વારા અપાયેલી એમ્બ્યુલન્સ માટે અરવિંદભાઈ પટેલનો આભાર વ્યક્ત કરી કોરોના સંક્રમણ સમયે અદ્યતન સુવિધા યુક્ત એમ્બ્યુલન્સ ઉપયોગી સાબીત થશે તેમ જણાવ્યું હતું. આણંદ જિલ્લાના સાંસદ મિતેશભાઈ પટેલે પણ સ્વ. વિઠ્ઠલભાઈ પટેલ ફાઉન્ડેશન અને અરવિંદભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી આશિષકુમાર, ફાઉન્ડેશનના સંચાલકો અને કરમસદ મેડિકલ ટ્રસ્ટનાં ટ્રસ્ટી શાંતિલાલ ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details