મળતી માહિતી પ્રમાણે, ભાટીયેલ પાસે આવેલા એરટેલના ટાવર પર કોઈના ચડતાં હોવાની માહિતી મળતા સ્થાનિકો સ્થળે પહોંચ્યા હતા. ત્યારબાદ પેટલાદ રૂરલ પોલીસ મથકે ઘટનાની જાણ કરવામાં આવી હતી. જેના પગલે પોલીસ મથકના PSI ચેતનસિંહ રાઠોડ ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યાં હતા. તેમજ આણંદ ફાયર ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.
આણંદના ભાટીયેલ ગામમાં એક વ્યક્તિએ ટાવર પર ચઢી આત્મહત્યાનો પ્રયાસ કર્યો - latest Suicide news in anand
આણંદઃ જિલ્લાના ભાટીયેલ ગામમાં એક વ્યક્તિએ એરટેલના ટાવર ચઢી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. તે દરમિયાન સ્થાનિકોએ પોલીસને ઘટનાની જાણ કરી હતી. જેથી ફાયર ટીમ અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવકામગીરી હાથ ધરી હતી.
પોલીસ અને ફાયરની ટીમે ટાવર પર ચઢી આત્મહત્યાનો કરનારને ઉતારવાની કામગીરી હાથ ધરી હતી. તે દરમિયાન જાણવા મળ્યું હતું કે, વ્યક્તિ નશાધૂત હતો. એટલે તેને બાંધીને નીચે ઉતાર્યો હતો. ત્યારબાદ તેની પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી.
તપાસમાં આત્મહત્યાનો પ્રયાસ કરનાર 40 વર્ષીય બળદેવ બ્રહ્મભટ્ટનો પત્ની સાથે સામાજિક મુદ્દે સામાન્ય ઝઘડો થયો હતો. એટલે તેને આત્માહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યુ હતું. જેના પગલે પોલીસે ભરતની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે. હાલ, ભરતને પ્રાથમિક સારવાર અપાવવા માટે પેટલાદ સિવિલ હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ત્યારબાદ પોલીસે આ અંગે યોગ્ય કાર્યવાહી કરશે.