આણંદ : જિલ્લામાં આવેલ વાઘસી ગામના વતની અને છેલ્લા 10 વર્ષથી તેમના 16 વીઘા જમીનમાં ઓઇલ પામની ખેતી કરી અવિરત આવક મેળવી રહ્યા છે. લોકડાઉન દરમ્યાન જ્યારે તમામ રોજગારને અસર પહોંચી છે. ત્યારે પણ આ મહામારીના સમયે પણ તેમની આવક ચાલુ રહેવા પામી હતી.
લોકડાઉનમાં આણંદના ખેડૂતે મેળવી ત્રણ ઘણી આવક, જાણો શેની કરી ખેતી વઘાસી ગામના પ્રગતિશીલ ખેડૂત મનહરભાઈ પટેલે etv bharat સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, જ્યારે કોરોના મહામારીના કારણે દેશમાં બે માસથી વધુ સમયથી લોકડાઉન છે. ત્યારે તેમના દ્વારા 16 વીઘા જમીનમાં કરવામાં આવેલ ઓઈલ પામની ખેતીથી સારો આર્થિક ફાયદો થયો છે. આ સિવાય પણ તે દરેક સિઝનમાં વેલાવાળા શાકભાજી તથા લીંબુ, ભાજી, મેથી વગેરે પાક પણ લઈ શકે છે. જેથી ખેતીના માધ્યમથી ત્રણ સ્તરનું વાવેતર કરી ત્રણ ગણી આવક મેળવી રહ્યાં છે.તેમના જણાવ્યા અનુસાર આ ખેતીમાં સરકારી સબસીડી પણ મળે છે. જ્યારે દેશમાં કેન્દ્ર સરકાર નાગરિકોને આત્મનિર્ભર બનવા અપીલ કરી રહ્યાં છે. ત્યારે આજથી 10 વર્ષ અગાઉ કરેલી ઓઇલ પામની ખેતીથી લોકડાઉનમાં પણ સારી ઉપજ મેળવી તેમની આવક ચાલુ રહેવા પામી હતી. આ સાથે જ આ ખેતી ઓછી ખર્ચાળ અને ઓછા મજૂરો થકી થઈ શકતી હોવાથી સારો આર્થિક ફાયદો આપનાર સાબિત થઈ છે. અગાઉ દેશમાં પામ શીડની મલેશિયાથી તેમજ અન્ય દેશમાંથી આયાત કરવી પડતી હતી. પરંતુ સરકારના પ્રયત્નો થકી હવે ભારતમાં આ ખેતીમાં ખેડૂતોને સારો આર્થિક લાભ થઈ રહ્યો છે. જેથી આયાતમાં નોંધનીય ઘટાડો નોંધાયો છે.જેમાં આણંદના આત્મનિર્ભર ખેડૂત મનહરભાઈએ ખેડૂતોને આ પ્રકારની ઓછા ખર્ચે વધુ આર્થિક ફાયદો આપતી ખેતી કરવા અનુરોધ કર્યો હતો.