- અમદાવાદથી 18500 કોરોના વેક્સિનના ડોઝ આણંદ પહોંચ્યા
- આગામી 16 તારીખે સરકારની સૂચન મુજબ કામગીરી હાથ ધરવામાં આવશે
- આણંદ જિલ્લા વેક્સિન સ્ટોરમાં રાખવામાં આવી
- 2 ILR રેફ્રિજરેટરમાં રાખવામાં આવશે વેક્સિન
- 11 સેન્ટર પર 1100 લોકોને આપવામાં આવશે રસી
આણંદઃ છેલ્લાં 10 મહિનાથી દેશના તમામ નાગરિકોના જનજીવન પર સીધી અસર કરનાર કોરોના વાઇરસની રસી માટે આતુરતાથી રાહ જોવામાં આવી રહી હતી. સરકાર દ્વારા પણ સર્વેની કામગીરી હાથ ધરી પ્રાથમિકતા મુજબના લોકોને કોરોના રસી આપવાના ઓપરેશનની બ્લ્યુપ્રિન્ટ તૈયાર કરવામા આવી છે. આ સંદર્ભે થયેલી જાહેરાત મુજબ આગામી 16 તારીખથી સમગ્ર રાજ્યમાં વેક્સિનેશનની કામગીરી હાથ ધરવામાં આવશે.
આણંદમાં આનંદ, અમદાવાદથી 18500 કોરોના રસીનો ડોઝ લવાયો કોરોના વેક્સિનનો 18500 ડોઝનો જથ્થો આણંદમાં લાવવામાં આવ્યો
આગામી 16 તારીખથી રસીકરણની કામગીરીમાં ઉપયોગમાં લેવામાં આવનાર છે. જેને લઇને રસીનો 18500 ડોઝનો જથ્થો અમદાવાદથી આણંદ લાવવામાં આવ્યો જેને આગામી 16 તારીખે ઉપયોગમાં લેવામાં આવશે.
રસીનો જથ્થા ને ILR રેફ્રિજરેટરમાં રાખવામાં આવ્યો
આણંદ જિલ્લાના ક્વોલિટી અસ્યોરન્સ મેડિકલ ઓફિસર ડૉ.એન જે પરમારના જણાવ્યા અનુસાર અમદાવાદથી આ વેક્સિનનો જથ્થો આણંદ લાવવામાં આવ્યો છે. જેના આગામી 16 તારીખે 8 સેન્ટર પર રસીકરણની પ્રક્રિયાના ભાગ રૂપે લાભાર્થીઓને આપવામાં આવશે. આ જથ્થાને ILR રેફ્રિજરેટરમાં રાખવામાં આવ્યો છે. જેનું તાપમાન 2 થી 8 ડિગ્રી સે રહેતું હોય છે. જેથી આ રસીની ગુણવત્તા જળવાય રહશે. તેમના જણાવ્યા અનુસાર આગામી સમયમાં આણંદ જિલ્લાના 11 રસીકરણ કેન્દ્રો પર 1100 લાભાર્થીને આ રસી મુકવામાં આવશે. જે અંગેની જાણકારી લાભાર્થીને સીધી તેમના મોબાઈલ નંબર પર સોફ્ટવેરના માધ્યમથી મેસેજ થકી મોકલી કેન્દ્ર પર આવવા સૂચનો કરવામાં આવશે. આણંદ આવેલી 'COVISHIELD' નામની આ રસીનું ઉત્પાદન પુના ખાતે આવેલા serum institute of India Pvt Ltd દ્વારા કરવામા આવ્યું હતુ.
આણંદમાં આનંદ, અમદાવાદથી 18500 કોરોના રસીનો ડોઝ લવાયો આણંદ જિલ્લામાં કોરોના રસીના જથ્થો લાવવામાં આવ્યો
પ્રાપ્ત માહિતી અનુસાર પુના ખાતેથી અમદાવાદ આવેલી કોરોના રસીના જથ્થામાંથી એક ભાગ આ 18500 રસીનો જથ્થો આણંદ જિલ્લામાં લાવવામાં આવ્યો છે,'COVISHIELD' નામની આ રસીનું ઉત્પાદન પુના ખાતે આવેલા serum institute of India Pvt Ltd દ્વારા કરવામા આવ્યું છે. આ રસી 5ml માત્રા માં 50 ડોઝ ના એક બોક્સમાં મૂકીને પહોંચાડવામાં આવી છે. આણંદ જિલ્લામાં આવા 18500 ડોઝ આવ્યા છે એટલે કહી શકાય કે, 370 જેટલા આવા 50 ડોઝ વાળા બોક્સ આજે આણંદ આવી પહોંચ્યા હોય શકે. આવેલ બોક્સ પર રસીને લઈ જરૂરી સૂચનાઓ પણ બોક્સ પર લખેલી જોવા મળી હતી. સાથે જ અન્ય જરૂરી માહિતી પણ બોક્સ પર લખેલી નજરે પડી હતી. જેમાં ખાસ રસીની ગુણવત્તા જાળવી રાખવા આવશ્યક તાપમાનની પણ સૂચન બોક્સ પર સ્પષ્ટ નજરે પડી રહી હતી.
આણંદ જિલ્લા આરોગ્ય અધિકારી રસીના આગમનની જાણકારીથી અજાણ હતા?
આણંદ જિલ્લાના ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી ડો.સલીનીબેન ભાટિયા આવનાર જથ્થાને લઈ અજાણ હોય! તે રીતે રસીના જિલ્લામાં આગમનના સમય અંગે ચોક્કસ માહિતી આપી શક્યા ન હતા. સામાન્ય રીતે જ્યારે દેશ છેલ્લા 10 માસથી કોરોના સામે બાથભરી રહ્યો છે. હજારો પરિવારો આ મહામારીનો ભોગ બની ચૂક્યા છે, ત્યારે આણંદ જિલ્લામા વેક્સિનના આગમનના આ મહત્વનો કહી શકાય. તેવા સમયે જિલ્લાના અધિકારીની ઉપસ્થિતી રહી ન હતી સાથે જ કોઈ સેનેટાઇઝર કે, સ્વચ્છતા અંગેના જરૂરી નિયમોનું પાલન થઈ રહ્યું છે. જે તે અંગેનું નિરીક્ષણ કરી શકે તેવા અધિકારીઓ પણ રસીના આગમન સમયે ઉપસ્થિત રહ્યા ન હતા. આણંદ જિલ્લા આરોગ્ય અધિકારીની આ પ્રકારની કામગીરી જોઈને આગામી દિવસોમાં હાથ ધરવામાં આવનાર રસીકરણની કામગીરી પર પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે! જોકે રસીને સાવચેતી સાથે હાજર કર્મચારી દ્વારા ILR માં સ્ટોક કર્યા બાદ જિલ્લા ક્વોલિટી એસ્યોરન્સ મેડિકલ ઓફિસર પણ 'દેર આયે દુરસ્ત આયે' જેવા સંજોગો જોવા મળ્યા હતા.