ગુજરાત

gujarat

ETV Bharat / state

મહા શિવરાત્રી: આણંદમાં 35 ફૂટ ઊંચી શિવની પ્રતિમાના દર્શન કરવા ભક્તોની ભીડ ઉમટી - Mahashivratri Parv Anand

આણંદ જિલ્લાના મોગર ગામ ખાતે આવેલ બાપા સીતારામ આશ્રમમાં 35 ફૂટ ઊંચી શિવજીની પ્રતિમા આવેલી છે. જેના દર્શને ભક્તોની ભારે ભીડ જામી હતી. દર્શને આવેલ ભક્તો માટે 1551 લિટર ભાગના પ્રસાદની વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે.

anad
આણંદમાં 35 ફૂટ ઊંચી શિવજીની પ્રતિમાના દર્શન કરવા ઉમટી ભક્તો ની ભીડ

By

Published : Feb 21, 2020, 2:57 PM IST

આણંદઃ 117 વર્ષ બાદ શનિ અને શુક્રના સંયોગમાં શુક્રવારે મહા શિવરાત્રી હોવાથી તેના મહત્વમાં અનેક ગણો વધારો થશે. વર્ષ 1903 બાદ ચાલુ વર્ષ 2020માં શનિ શુક્રના સંયોગ બાદ શુક્રવારે મહા શિવરાત્રીની ઉજવણી થઇ હતી.

આણંદમાં 35 ફૂટ ઊંચી શિવજીની પ્રતિમાના દર્શન કરવા ઉમટી ભક્તો ની ભીડ
શિવરાત્રીએ શિવજીની વિશેષ પૂજા અર્ચના કરી શિવ આશિષ મેળવ્યા હતા, અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે ઉપર મોગર ગામ પાસે આવેલ બાપા સીતારામ ટ્રસ્ટ સંચાલિત રામેશ્વર મહાદેવ મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ જામી હતી. મહાદેવના દર્શન કરવા ઉમટી પડેલ આણંદની જનતાએ આણંદ જિલ્લાની એક માત્ર 35 ફૂટ ઊંચી પ્રતિભા ધરાવતા શિવમંદિરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

ભક્તોએ મોટી સંખ્યામાં સવારથી જ દર્શને આવવા લાગ્યા હતા, ત્યારે નેશનલ હાઇવે 8 પર આ મંદિર હોવાથી અમદાવાદ અને વડોદરા તરફ અવરજવર કરતાં લોકોએ પણ મૂર્તિના દર્શનનો લાભ લીધો હતો.

સવારથી મંદિરમાં ભાંગના પ્રસાદનું વિતરણ ચાલુ કરવામાં આવ્યું હતું. મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને પ્રસાદીરૂપે ભાંગ આપવામાં આવી હતી. અંદાજે દિવસ દરમિયાન 50 હજાર કરતાં વધુ ભક્તો આ વિશિષ્ટ મૂર્તિના દર્શન કરશે. તેવી શક્યતાઓ સેવાઇ રહી છે, ત્યારે ભક્તો દ્વારા શિવલીંગને જળથી તેમજ દૂધ અભિષેક કરી ધન્યતા અનુભવી રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details