પવિત્ર શ્રાવણ માસમાં જીટોડીયા ગામનું સુપ્રખ્યાત સિદ્ધરાજ જયસિંહ દ્વારા જીર્ણોદ્ધાર કરાયેલ અંદાજીત 800 વર્ષ કરતાં પણ વધુ જૂનો ઇતિહાસ ધરાવતાં ઐતિહાસિક શિવાલય વૈજનાથ મહાદેવના દર્શને ભક્તોનું ઘોડાપુર ઉમટે છે. સામાન્ય રીતે દરેક શિવાલયમાં શિવલિંગ અવશ્ય હોય છે અને તે નકકુર પાશણનું હોય છે. પરંતુ જીટોડીયાના આ પ્રાચીન શિવાલયમાં પ્રસ્થાપિત શિવલિંગ અનેક છિદ્રો ધરાવે છે. જેમાંથી અવિરત જળ પ્રવાહ ચાલુ રહે છે. કહેવાય આવે છે કે, આ શિવલિંગમાંથી વહેતો પ્રવાહ ગંગાજી છે, આ વાતની પુષ્ઠી અનેક પ્રકારના વૉટર ટેસ્ટ થયાં બાદ વૈજ્ઞાનિકો દ્વારા પણ એવા રિપોર્ટ આપવામાં આવ્યા કે આ પાણીની ગુણવત્તા ગંગાના પાણીને મળતી આવે છે.
2016-17માં તૈયાર થયેલાં વૈજનાથ મહાદેવના 'વૈવદ્યય કોમ્યુનિટી હોલ'નું લોકાપર્ણ કરવાની તંત્રને ફુરસદ નથી - Gujarat
આણંદઃ રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર પ્રવાસનને પ્રોત્સાહન આપવા નવી નવી યોજનાઓ તથા પ્રોજેક્ટ રજૂ કરી રહ્યાં છે. જે થકી પર્યટન સ્થળનો વિકાસ કરવા માટે તંત્ર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. આણંદ જિલ્લામાં આવેલા જીટોડીયા ગામના વૈજનાથ મહાદેવ પાસે પ્રવાસન અને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આણંદ જિલ્લા કલેક્ટરની દેખરેખ હેઠળ અંદાજીત 230 લાખના ખર્ચે વર્ષ 2016-17ની નાણાકીય જોગવાઈ અંતર્ગત 'વૈવદ્યય કોમ્યુનિટી હોલ'નું નિર્માણ કરવામાં આવ્યું છે. જે છેલ્લા ત્રણ વર્ષથી લોકાર્પણની જાણે રાહ જોઈને થાકી ગયો છે. હવે તો હાલત એવી થઇ છે કે, આ પર્યટન સ્થળ દિવસે દિવસે ખંડેર થઇ રહ્યું છે પણ તંત્રએ આ સ્થળનું લોકાપર્ણની કરવાની તસ્દી લીધી નથી.
આમ, અનેક લોકોની આસ્થાનું કેન્દ્ર બનેલું આ શિવાલયને યાત્રા ધામ તરીકે વિકસાવવા વર્ષ 2016 17 માં 230 લાખના ખર્ચે ગુજરાત રાજ્ય પ્રવાસન અને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અહીંયા એક આધુનિક યાત્રાળુ નિવાસ સ્થાન વિકસાવવામાં આવ્યું હતું. જેનું તમામ કામ આણંદ જિલ્લા કલેક્ટરની દેખરેખમાં પૂર્ણ કરવામાં આવ્યું. આજે ત્રણ વર્ષ કરતાં વધુ સમય વીતી ગયો છે. છતાં આ કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કરાયું નથી. જેના કારણે આ મંદિરે દર્શનાર્થે આવતા શ્રધ્ધાળુઓને રાત્રી રોકાણમાં પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે.
મંદિરના મહંત દ્વારા એવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે કે, હવે થોડા સમયમાં યાત્રિકોની સેવામાં આ કોમ્યુનિટી હોલ ખુલ્લો મુકવામાં આવશે. પરંતુ સરકારી અધિકારીઓ અને મંત્રાલયના મંત્રીઓ પાસે વિકસિત થયેલાં આ યાત્રાધામના લોકાર્પણ માટે જાણે સમય જ નથી. જેથી વર્ષ 2016-17માં નિર્માણ પામેલા અને પર્યટન અને યાત્રાધામ વિકાસ બોર્ડના સયુંકત ઉપક્રમે મંજૂરી પામેલ આ કોમ્યુનિટી હોલનું લોકાર્પણ રાહ જોઇને મરવા પડ્યું છે. તે દિવસેને દિવસે ખંડેર બનતું જઇ રહ્યું છે. માટે આસ્થાના સ્થળને વહેલી તકે ખુલ્લો મૂકવાની માગ શ્રદ્ધાળુઓ આક્રોશપૂર્વક કરી રહ્યાં છે.