- તારાપુર ખાતે ગમખ્વાર અકસ્માત
- અકસ્માતમાં અજમેરી પરિવારના 9ના મોત
- મહારાષ્ટ્ર દીકરી જોવા ગયો હતો અજમેરી પરિવાર
આણંદ: તારાપુરના ઇન્દ્રણજ પાસે થયેલા અકસ્માતમાં 9 મૃતક અજમેરી પરિવારના હોવાની માહિતી સામે આવી રહી છે. અજમેરી પરિવાર સામાજિક કામે સુરત ગયા હતા. જ્યાં કામ પતાવી પરત ફરતા તારાપુરના ઇન્દ્રણજ પાસે પરિવારની ઇકો ગાડીમે અકસ્માત નડ્યો હતો. તારાપુર પાસે બુધવારે વહેલી સવારે સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં ભાવનગરના અજમેરી પરિવારના 5 પુરુષ 2 મહિલા અને 2 બાળક સહિત 9 લોકોના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.
સબવાહીનીની વ્યવસ્થા કરી વતન પરત મોકલવા માટેની વ્યવસ્થા ઉભી કરાઇ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો
ભાવનગરના વરતેજના વતની ગાદલાનું કામ કરી ગુજરાન ચલાવતા અજમેરી પરિવારના 9 સભ્યોના ઇકો ગાડી અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. ત્યારે ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતની જાણ તારાપુર પોલીસને થતા SP, DYSP સહિતના અધિકારીઓ સાથે પોલીસના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મૃતકોને ગાડીમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે તારાપુરની રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
અકસ્માતમાં અજમેરી પરિવારના 9ના મોત સીરાજભાઈ જમાલભાઈ અજમેરીનો સમસ્ત પરિવાર આ અકસ્માતમાં મોતને ભેટ્યો
પોસ્ટમોર્ટમ અર્થે તારાપુર રેફરલ હોસ્પિટલ ખસેડાયેલાં સીરાજભાઈ જમાલભાઈ અજમેરીનો સમસ્ત પરિવાર આ અકસ્માતમાં મોતને ભેટ્યો હતો. આ અંગે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ટ્વીટ કરી ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતુ. સાથે જિલ્લા કલેક્ટરને પરિવારને ત્વરિત અને યોગ્ય મદદ તાત્કાલિક પહોંચાડવા માટે જરૂરી સૂચનો કર્યા હતા. ત્યારે જિલ્લા કલેક્ટર પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને જરૂરી પગલાં ભર્યા હતા.
સબવાહીનીની વ્યવસ્થા કરી મૃતદેહોને વતન મોકલવા માટેની વ્યવસ્થા ઉભી કરાઇ આ પણ વાંચો :તારાપુર પાસે ગોઝારા અકસ્માતમાં 9ના કમકમાટીભર્યા મોત
અજમેરી પરિવાર મહારાષ્ટ્ર ખાતે સામાજિક કામથી ગયો હતો
અજમેરી પરિવાર મહારાષ્ટ્ર ખાતે સામાજિક કામથી ગયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ આ પરિવાર દીકરાના સગપણ માટે દીકરી જોવા માટે મહારાષ્ટ્ર ગયો હતો. જ્યાંથી પરત આવતા આ અકસ્માતમાં મોતને ભેટ્યો હતો. પરિવારમાં તેમના બનેવી, બે સંતાનો અને તેમના પરિવારનું અવસાન થયું હતુ.
અમિત શાહે ટ્વીટ કરીને વ્યક્ત કર્યો શોક આ પણ વાંચો :Accident: દહેગામ એસટી ચોક પાસે ટ્રકે બાઇકને અડફેટે લેતા વૃદ્ધાનું ઘટનાસ્થળે જ મોત
અકસ્માતમાં મૃત્યુ પામેલા અજમેરી પરિવારના નામ
અકસ્માતમાં રહીમભાઈ સૈયદ (60), સીરાજભાઈ અજમેરી (40), અલ્તાફભાઈ (35), મુમતાજબેન અજમેરી (35), અનીસાબેન અલ્તાફભાઈ (30), મુસ્તુફા ડેરૈયા (22), મુસ્કાન અલ્તાફભાઈ (06), રઈ સીરાજભાઈ (04) સહિત ગાડીના ડ્રાઇવરનું મોત નીપજ્યું હતુ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ PMNRFમાંથી દરેક મૃતક માટે 2 લાખની સહાય આપવાની જાહેરાત કરી વિવિધ નેતાઓએ વ્યક્ત કર્યો શોક
બુધવારની વહેલી સવારે છ કલાકના અરસામાં મહારાષ્ટ્રથી ભાવનગરના વરતેજ તરફ પરત ફરી રહેલા અજમેરી પરિવારની ઇકો ગાડીને તારાપુર પાસે આવેલા ઇન્દ્રણજ ગામ પાસે અકસ્માત નડ્યો હતો. જેમાં અજમેરી પરિવારના 9 લોકોનું ઘટના સ્થળે મોત થયું હતું, આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યપ્રધાન રૂપાણી, ગૃહપ્રધાન અમિત શાહ, કોંગ્રેસ નેતા અમિત ચાવડા સહિત અનેક રાજનૈતિક આગેવાનોએ વિવિધ સોશિયલ મીડિયાના માધ્યમથી દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ PMNRFમાંથી દરેક મૃતક માટે 2 લાખની સહાય આપવાની જાહેરાત કરી હતી.
સબ વાહિનીની વ્યવસ્થા કરી મૃતદેહોને વતન મોકલવા માટેની વ્યવસ્થા ઉભી કરાઇ સબ વાહિનીની વ્યવસ્થા કરી મૃતદેહોને વતન મોકલવા માટેની વ્યવસ્થા ઉભી કરાઇ
આ ઘટના બાદ તંત્ર દ્વારા તાત્કાલિક મૃતકોના મૃતદેહની પોસ્ટમોર્ટમની કામગીરી પતાવી જિલ્લાની વિવિધ નગરપાલિકાની 5 સબ વાહિનીની વ્યવસ્થા કરીને વતન પરત મોકલવા માટેની વ્યવસ્થા ઉભી કરી આપવામાં આવી છે.