- ઉમરેઠના શખ્સ સાથે ઓનલાઈન છેતરપીંડી
- લંડન રહેતા સંબંધી નું વ્હોટ્સેપ હેક કરી 75000 પડાવ્યા
- ઉમરેઠ પોલીસ મથકે નોંધાવી ફરિયાદ
ઉમરેઠ: વૈશ્વિક સ્તરે ઓનલાઇન છેતરપીંડીના ઘણા કિસ્સાઓ જોવા મળતા હોય છે. હાલમાં જ આણંદ જિલ્લામાં પણ એક વિચિત્ર ઘટના જોવા મળી છે જેમાં લંડન ખાતે રહેતા એક એનઆરઆઈનું વ્હોટસેપ એકાઉન્ટ ને હેક કરીને ગઠિયાએ ભત્રીજા જમાઈને મેસેજ કરીને 75 હજાર રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવીને છેતરપીંડી તેમજ વિશ્વાસઘાત કરવામાં આવ્યો હોવાની ઘટના સામે છે અને આ અંગે ઉમરેઠ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : અમદાવાદ: 100થી વધુ ટેકનીકથી થાય છે સાયબર ક્રાઈમ, 2020માં 160થી વધુ ગુના નોંધાયા
વ્હોટ્સએપ દ્વારા કરવામાં આવી છેતરપીંડી
ઉમરેઠ તાલુકાના લીંગડા ગામે રહેતા ફરિયાદી અશોકભાઈ શાંતિલાલ પટેલના પુત્ર જય ના કાકા સસરા રીતેશભાઈ પટેલ લંડન ખાતે રહે છે જેઓ મૂળ ભારતીય છે અને આશિપુરા ગામ ના વતની છે.રીતેશભાઈ ના લંડન ના મોબાઈલ પરથી લિંગડા ખાતે રહેતા જય પટેલના મોબાઈલ પર વ્હોટ્સએપ ગત 19મી ડિસેમ્બરના રોજ મેસેજ આવ્યો હતો કે, મારે અરજન્ટ પૈસાની જરૂરત છે, મોકલી આપો.
આ પણ વાંચો : રાજ્યમાં સાયબર ક્રાઈમમા વધારો ચિંતાનો વિષય, વર્ષ 2018મા 684 ગુના નોંધાયા