માહિતી પ્રમાણે, ગત્ 10 ઓક્ટોબરના રોજ સવારે 8 વાગ્યાની આસપાસ લાભવેલ ગામે આવેલ પટેલ આંગડિયા પેઢીના માલિક જેન્તીભાઈ ઠક્કર લાભવેલ સ્થિત પોતાના નિવાસ સ્થાનેથી પુત્રને બુલેટ પર બેસાડીને રોકડા 45 લાખ ભરેલ થેલો લઇ પેઢી તરફ જતા હતા, ત્યારે લાંભવેલ રોડ ઉપર આવેલા Essar પેટ્રોલ પંપ પાસે પાછળથી પલ્સર બાઈક પર આવેલા 2 શખ્સોએ પૈસા ભરેલ થેલો આંચકીને ફરાર થઈ ગયા હતા. આ અંગે આણંદ રૂરલ પોલીસે આંગણીયા પેઢીના માલિકની ફરિયાદ દાખલ કરી ત્રણ ટીમ બનાવીને તપાસ હાથ ધરી હતી.
આણંદ જિલ્લામાં આંગણીયા પેઢીમાં ૪૫ લાખની લૂંટનો ભેદ ઉકલ્યો, 5ની ધરપકડ પોલીસ તપાસમાં પલ્સર બાઈક ભાલેજ રોડ ઉપર આવેલા દલાપુરા પાસેથી મળી આવ્યું હતું. પોલીસની ટીમે આસપાસ તપાસ કરતા એક વ્યક્તિ મળી આવી હતી. જેણે પોલીસને જણાવ્યું હતું કે, બે શખ્સો બાઇક મુકીને એક કારમાં બેસી ભાલેજ તરફ ગયા છે. જેથી પોલીસે આ રોડના CCTV ફૂટેજ મેળવી તપાસ કરતા કાર ડાકોર તરફ જઇ પરત વળી હતી અને ભાલેજ સામરખા હાઇવે થઈને એક્સપ્રેસ હાઇવેથી બહાર નીકળી રીંગ રોડ ગાંધીનગર મહુડી તરફ જતી જોવા મળી હતી.
આણંદ જિલ્લામાં આંગણીયા પેઢીમાં ૪૫ લાખની લૂંટનો ભેદ ઉકલ્યો, 5ની ધરપકડ પોલીસે તુરંત જ કાર નંબરના આધારે તપાસ કરતા કાર માલિક મળી આવ્યો હતો. જેની પૂછપરછ કરતા તેણે આ કાર મહુડી રોડ ઉપર આવેલ માણેકપુરા ગામે રહેતા બાલજી ઉર્ફે ગલો રમણજી સોલંકીને વેચી હોવાનું જણાવ્યું હતું. આ માહિતી મળતા જ પોલીસની ટીમ માણેકપુર ગામે પહોંચી હતી અને ખાનગી રાહે તપાસ કરતા બાલાજી ઉર્ફે ગલાના ઘરે ત્રણ જેટલા હિન્દી ભાષી શખ્સોએ રહેતા હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે કોઇ પણ જાતની ઉતાવળ કર્યા કે, જોખમ લીધા વગર પૂરતા પોલીસ ફોર્સ સાથે છાપો માર્યો હતો જેમાં બાલજી ઉર્ફે ગલો રમણજી સોલંકી નારાયણ ઉર્ફે જગો વિષ્ણુભાઈ સંનત ઉર્ફે પીન્ટુ સંતોષકુમાર જૈનોની અટકાયત કરી હતી. આ તમામ આરોપીઓ ઉત્તરપ્રદેશના ઇટાવાના રહેવાસી હોવાનું કબુલ્યું હતું.
સાથે જ ઘરની તલાશી લેતાં એક બેગ મળી આવી હતી. જેમાં રોકડ 29.25 લાખ તેમજ ત્રણ ધારદાર છરા મળી આવ્યા હતા. જેથી ત્રણેયને LCB પોલીસ મથકે લાવીને કડક પૂછપરછ કરતા તેમણે પોતાના અન્ય બે દિલ્હી ખાતે રહેતા સાગરીતો સોનું અને ભીમ સાથે મળીને લાભવેલ આંગણીયા લૂંટને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી. આણંદ પોલીસ દ્વારા તાત્કાલિક દિલ્હી જઈને સોનુ અને ભીમ પરસોત્તમભાઈ ઝા રહેવાસી ગુડગાવ દિલ્હી અને મુજાહિદ્દીન ઉર્ફે સોનુ સલીમ ખાન મૂળ રહેવાસીને પકડી તેમની ઉંડાણથી તપાસ કરતા તેમની પાસેથી એક દેશી પિસ્તોલ, 10 જીવતા કારતૂસ અને બે મેગેઝીન જપ્ત કર્યા હતા. આ પાંચની અલગ અલગ પૂછપરછ કરતાં છેલ્લા એક સપ્તાહથી તેઓ બાઇક તેમજ ગાડી લઈને રેકી કરતા હતા અને આંગડિયા પેઢીના જયંતીભાઈ ઠક્કર કેટલા વાગે પેઢી આવે છે. કેટલા વાગે ઘરે જાય છે, કોણ કોણ તેમની સાથે હોય છે, ક્યું વાહન લઇને અવરજવર કરે છે તેની સંપૂર્ણ વિગત એકત્ર કર્યા બાદ પોતાના પ્લાન ને 10 તારીખે અંજામ આપ્યો હોવાનું કબુલાત કરી હતી. આ આરોપીઓએ અગાઉ પણ છ જેટલી લૂંટને અંજામ આપી ચૂક્યા છે. વધુ પૂછપરછ માટે આણંદ પોલીસે રિમાન્ડ મેળવવા માટેની તજવીજ હાથ ધરી છે. લૂંટના નાણાથી તેમણે એક એક્ટિવા અને સોનાની ચેન પણ ખરીદી જે પણ આણંદ પોલીસે જપ્ત કરી છે.
ઉલ્લેખનીય છે કે, આણંદ પોલીસે ગણતરીના જ દિવસોમાં 45 લાખની ચકચારી લૂંટનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ કેસમાં નોંધપાત્ર કામગીરી કરનાર આણંદ LCB PI આર એન વિરાણી, PSI આર વી વીંછી, SOG, PSI નકુમ રૂરલ, PSO ડી ડાભી સહિતની ટીમને ડીએસપી મકરણ ચૌહાણ દ્વારા રોકડ ઈનામ આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે.