- બી ડી રાવ કોલેજ કેમ્પસના 4 પ્રોફેસરને લાગ્યો કોરોનાનો ચેપ
- શિક્ષણકાર્ય બંધ કરવામાં આવ્યું
- શિક્ષકમાં ફેલાઇ રહ્યું છે કોરોના સંક્રમણ
આણંદ : ખંભાતમા 2300થી વધારે વિદ્યાર્થીઓ ધરાવતી કોલેજના 4 પ્રોફેસરને કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ મચ્યો છે. ખંભાત તાલુકામાં એક માત્ર આટ્સ, કોમર્સ અને સાયન્સ વિભાગની કોલેજ હોવાથી તાલુકાના છેવાડાના વિદ્યાર્થીઓ આ કોલોજમાં વધુ આવે છે, જે કારણે ગામડામાં પણ સંક્રમણ ફેલાવો ભય છે.
આ પણ વાંચો -કાછોલીના ગાંધીઘરના બે વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત
સરકાર બાળકો સાથે ચેડાં કરી રહી હોવાનો વાલીઓનો આક્ષેપ
ખંભાતમાં કોરોના સંક્રમણનો ભોગ શિક્ષકો, અધ્યાપકો અને વિદ્યાર્થીઓ બની રહ્યા છે. હાલમાં તાલુકામાં વિવિધ શાળાઓમાં 23થી વધુ આચાર્યો, શિક્ષકો, કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે. જ્યારે 4 જેટલા કોલેજમાં અધ્યાપકો સંક્રમિત થયાં છે. જેના પગલે જાગૃત સંચાલકોએ તત્કાળ કોલેજ બંધ કરી વિદ્યાર્થીઓની ચિંતા કરી છે. બીજી તરફ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં શાળાઓમાં કોરોના સંક્રમણ શિક્ષકો, બાળકોમાં ફેલાયો છે. ઉંદેલમાં 2 શિક્ષકો સહિત અનેક શાળાઓમાં કર્મચારીઓ સંક્રમિત બન્યા છે. હાલ સરકાર બાળકો સાથે ચેડાં કરી રહી હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો છે.
આ પણ વાંચો -ઈંગ્લેન્ડથી હજીરા આવેલી યુવતી કોરોના સંક્રમિત થતા તંત્ર દોડતું થયું
એકપણની નોંધ સરકારના ચોપડે નથી
એક સંક્રમિત અધ્યાપકે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, આટલા બધા શિક્ષકો, અધ્યાપકો, વિદ્યાર્થીઓ પણ સંક્રમિત થયા છે, તેમ છતાં એકપણની નોંધ સરકારના ચોપડે નથી. સ્થાનિક હોસ્પિટલમાં, ખાનગી લેબમાં પરીક્ષણ થાય છે, પણ સરકારી ચોપડે સબ સલામત છે. અમે આર્થિક સક્ષમ હોવાથી ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છીએ, પણ સામાન્ય નાગરિક, બાળકો અને વાલીઓનું શું?
આ પણ વાંચો -વેરાવળની સરકારી સાયન્સ કોલેજમાં પ્રિન્સિપાલ અને 2 પ્રોફેસર કોરોના સંક્રમિત, ઓફલાઇન શિક્ષણ બંધ