ગુજરાત

gujarat

ETV Bharat / state

આણંદ જિલ્લામાં 30થી 40 ટકા કોરોના કેસ ગ્રામ્ય વિસ્તારમાંથી સામે આવે છે: જિલ્લા વિકાસ અધિકારી - cases of corona

કોરોના મહામારી દિન-પ્રતિદિન ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે. ત્યારે મોટા શહેરોથી હવે આ બિમારી ગ્રામ્ય કક્ષાએ પણ પોતાનો કહેર વર્તાવી રહી છે. ત્યારે આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાની સ્થિતિ જાણવા માટે ETV Bharat દ્વારા જિલ્લા વિકાસ અધિકારી આશિષ કુમાર સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી.

આણંદ જિલ્લામાં 30થી 40 ટકા કોરોના કેસ ગ્રામ્ય વિસ્તારમાંથી સામે આવે છે: જિલ્લા વિકાસ અધિકારી
આણંદ જિલ્લામાં 30થી 40 ટકા કોરોના કેસ ગ્રામ્ય વિસ્તારમાંથી સામે આવે છે: જિલ્લા વિકાસ અધિકારી

By

Published : May 10, 2021, 4:34 PM IST

  • આણંદ જિલ્લાના 8 તાલુકાઓમાં કોરોના સંક્રમણ ફેલાયેલું છે
  • જિલ્લામાં 351 પંચાયતોમાં કોરોના જાગૃતિ અભિયાન હાથ ધરાયું
  • 28 ધન્વંતરિ રથ ગામડાઓમાં કરી રહ્યા છે આરોગ્યલક્ષી તપાસ



આણંદ: જિલ્લા વિકાસ અધિકારી આશિષ કુમારે ETV Bharatને જણાવ્યું હતું કે, જિલ્લામાં કુલ 8 તાલુકા છે અને કુલ 351 જેટલી નગરપાલિકા આવેલી છે હાલમાં જિલ્લામાં સંક્રમિત આવતા દર્દીઓમાંથી 30થી 40 ટકા દર્દીઓ ગ્રામ્ય વિસ્તારોમાંથી સામે આવી રહ્યા છે. તેમાં પણ શહેરોથી નજીક આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં સંક્રમણના કેસ વધારે જોવા મળે છે. આ પ્રકારના ગામોમાં સ્થાનિક નેતૃત્વ અને વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે કોવિડ કેર સેન્ટર તેમજ આઈસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે.

આણંદ જિલ્લામાં 30થી 40 ટકા કોરોના કેસ ગ્રામ્ય વિસ્તારમાંથી સામે આવે છે: જિલ્લા વિકાસ અધિકારી

28 આરોગ્ય રથ ગ્રામ્ય વિસ્તારોમાં કરી રહ્યા છે તપાસ

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જિલ્લામાં 28 જેટલા આરોગ્ય રથ પણ સતત ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્યલક્ષી તપાસ હાથ ધરી રહ્યા છે. જે તાવ, શરદી, ઉધરસ જેવી બિમારીઓમાં દર્દીઓને ઘરે જ સારવાર આપી રહ્યા હોવાની સાથે ડોકટર અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આશાવર્કર અને સ્થાનિક લોકોની મદદથી કોવિડના નિયમો માટે જાગૃતતાના અભિયાનો પણ ચલાવવામાં આવતા હોવાની જાણકારી આપવામાં આવી રહી છે.

સ્વૈચ્છિક લોકડાઉનના પગલે રસ્તાઓ સૂમસામ

જિલ્લામાં કોરોના પરિસ્થિતિ કાબૂમાં હોવાના દાવા

જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણ પ્રસરવાનું મુખ્ય કારણ શહેરી વિસ્તારોના લોકોની આવન જાવનને કારણભૂત જણાવતા જિલ્લા વિકાસ અધિકારીએ જિલ્લામાં કોરોના પરિસ્થિતિ કાબૂમાં હોવાના દાવા કર્યા છે. આણંદ જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ લોકોને પડતી અગવડતા જેવી કે, કોવિડ ટેસ્ટિંગ, રસીકરણની સમસ્યા, સારવારને લગતા પ્રશ્નો, દવાઓની અછત વગેરેની સાચી હકીકતો બહાર આવ્યા પછી જ સાચી સ્થિતિનો તાગ મેળવી શકાશે. આણંદ જિલ્લામાં તંત્રનું માનીએ તો હાલમાં સ્થિતિ નિયંત્રણ હેઠળ હોવાની જાણકારી આપવામાં આવી રહી છે. ત્યારે સ્થિતિની વાસ્તવિક પરિસ્થિતિ સરકારી હોસ્પિટલમાં સારવારની સુવિધાઓ અને આરોગ્ય વિભાગના આંકડા કંઈક અલગ જ ચિત્ર વર્ણવતા નજરે પડી રહ્યા છે.

કોરોનાની બીજી લહેરમાં ગ્રામ્ય વિસ્તારોમાં અગવડ

આણંદ જિલ્લામાં કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજન બેડ મેળવવા અતિ મુશ્કેલ બન્યું છે. તંત્ર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં કરવામાં આવતા ટેસ્ટિંગનું પ્રમાણ પણ સરેરાશ ખૂબ ઓછું જોવા મળી રહ્યું છે. આણંદ જિલ્લાના 8 તાલુકાઓ સરકારી હોસ્પિટલમાં કોવિડ ટેસ્ટિંગ માટેની મર્યાદિત કીટ આપવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠતી નજરે પડી છે. જ્યારે કોરોના માટે સરકાર દ્વારા આપવામાં આવતી રસી માટે પણ ઓછો જથ્થો આવતો હોવાથી લોકોને પરત ફરવું પડતું હોવાની ઘટનાઓ પણ બનતી જોવા મળી છે. આ તમામ વચ્ચે પણ આણંદ જિલ્લાના ગામડાઓમાં સ્થિતિ ઘણી સારી જોવા મળી રહી છે. લોકોમાં રસી માટે જાગૃતિ જોવા મળે છે. જ્યારે વધતા સંક્રમણને જોતા અનેક ગામડાઓએ આગળ આવી સ્વૈચ્છિક લોકડાઉનની પણ જાહેરાતો કરી છે અને ગામને કોરોનામુક્ત બનાવવા સ્વયંભૂ લોકડાઉનને ગામમાં અમલમાં મૂકી કોરોના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે પ્રયત્ન કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details