ગુજરાત

gujarat

ETV Bharat / state

સોજીત્રા પાસે મજૂર ભરેલો ટેમ્પો નહેરમાં પડી જતા 2 ના મોત, 3 લાપતા - આણંદ જિલ્લાના સાંસદ મિતેસ પટેલ

આણંદ જિલ્લાના સોજીત્રા પાસેથી પસાર થતી મહી મુખ્ય નહેરમાં ડાંગરના ખેતરમાં મજૂરી અર્થે ગયેલા મજૂર ભરેલો ટેમ્પો નહેરમાં ગરકાવ થઇ ગયો હતો જેમાં 2 વ્યક્તિના મોત થયા હતા જ્યારે 3 લોકો લાપતા હતા.

sojitra
સોજીત્રા પાસે મજૂર ભરેલ ટેમ્પો નહેરમાં પડી જતા 2 ના મોત, 3 લાપતા

By

Published : Oct 7, 2020, 12:36 PM IST

આણંદ: જિલ્લાના સોજીત્રા પાસેથી પસાર થતી મહી મુખ્ય કેનાલમાં ડાંગરના ખેતરમાં મજૂરી અર્થે ગયેલ મજૂરો ભરેલ ટેમ્પો અકસ્માતે નહેરમાં ગરકાવ થઇ ગયો હતો. જેમાં 17 જેટલા મજૂરો સવાર હતા. જે તમામ સાથે ટેમ્પો નહેરમાં પડવાની ઘટના બનતા આસપાસના સ્થાનિકો દ્વારા 11 જેટલા મજૂરોને બહાર કાઢી બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે બે મજુરનું ડૂબી જવાથી કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે હજુ પણ ત્રણ મજૂરો લાપતા છે.

સોજીત્રા પાસે મજૂર ભરેલો ટેમ્પો નહેરમાં પડી જતા 2 ના મોત, 3 લાપતા
ઘટનાની જાણ થતાં પેટલાદ ફાયર બ્રિગેડ અને આણંદ ફાયર બ્રિગેડના તરવૈયાઓ,સહિત સોજીત્રા પોલીસ, મામલતદાર પ્રાંત અધિકારી, વગેરે પણ ઘટના સ્થળે દોડી આવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આ સાથે સ્થાનિક આગેવાનો સહિત સોજીત્રાના ધારાસભ્ય પૂનમ પરમાર અને આણંદ જિલ્લાના સાંસદ મિતેસ પટેલ પણ પરિવારજનોની મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી. આ સાથે જ તેમને સરકાર તરફથી મળતી શક્ય તેટલી મદદ અપાવવાની પણ જાહેરાત કરી હતી. હાલ ફાયર બ્રિગેડના તરવૈયાઓ દ્વારા મૃતકોની તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે હજુ ત્રણ મજૂરોની કોઈ ભાળ મળી નથી. ત્યારે નહેરમાં છોડવામાં આવેલા પાણી રોકી દેવાની પણ કાર્યવાહી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી.પ્રાપ્ત માહિતી અનુસાર આ મજૂરો પેટલાદ તાલુકાના દંતેલી ગામના વતની હતા. જે ડાંગરના ખેતરમાં મજૂરી અર્થે મંગળવારે સોજીત્રા આવ્યા હતા. જ્યાંથી સાંજના સુમારે કામ પતાવી તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે આ ગોઝારી ઘટના બની હતી. જેમાં સ્થાનિકોની સતર્કતાના કારણે 12 મજૂરોને બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે અન્ય બે ના ડૂબી જતાં મોત થયાં હતા. જ્યારે હજુ ત્રણ મજૂરોની શોધખોળ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details