ગુજરાત

gujarat

ETV Bharat / state

આણંદમાં દાંડી માર્ગ પર 70 કરોડના ખર્ચે બનશે 2 બ્રિજ - કાંતિ ચાવડા

આણંદ શહેરમાં આવેલી બોરસદ ચોકડી અને બોરસદ પાસે આવેલી ઝારોલા ચોકડી ઉપર બનનારા ઓવરબ્રિજનું આજે એટલે કે શુક્રવારે સાંસદ મિતેશ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ કાંતિ ચાવડા, અગ્રણી મહેશ પટેલ સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

ETV BHARAT
દાંડી માર્ગ પર 70 કરોડના ખર્ચે 2 બ્રિજ બનશે

By

Published : Oct 23, 2020, 6:32 PM IST

  • આણંદમાં 2 બ્રિજનું કરાયું ખાતમુહૂર્ત
  • સાંસદ મિતેશ પટેલે કર્યું ખાતમુહૂર્ત
  • 70 કરોડના ખર્ચે બનાવવામાં આવશે બ્રિજ

આણંદઃ શહેરમાં આવેલી બોરસદ ચોકડી પર 53 કરોડ અને બોરસદ પાસે આવેલી ઝારોલા ચોકડી પર 17 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજનું આજે એટલે કે શુક્રવારે સાંસદ મિતેશ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ કાંતિ ચાવડા, અગ્રણી મહેશ પટેલ સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

ટ્રાફિક સમસ્યા થશે દૂર

દાંડી માર્ગ પર આવેલી બોરસદ ચોકડી અને ઝારોલા ચોકડી ઉપર આ બન્ને ઓવરબ્રિજ બનશે. હાલ આણંદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા નગરજનો માટે અવરોધ રૂપ બની છે, ત્યારે આ બ્રિજ બનવાથી વાહન ચાલકો અને રાહદારીઓ માટે મોટી રાહત થશે.

18 મહિનામાં તૈયાર થશે બ્રિજ

સાંસદ મિતેષ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતુ કે, આણંદ શહેરમાં ટ્રાફીકની સમસ્યાના નિવારણ અને નાગરિકોને સરળતા માટે બોરસદ ચોકડી ખાતે રૂપિયા 53 કરોડ અને ઝારોલા ચોકડી ખાતે રૂપિયા 17 કરોડના ખર્ચે સર્વિસ રોડ સાથેના આ બંન્ને ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવશે. આ બન્ને બ્રિજ 18 મહિનામાં તૈયાર કરવાની નેમ છે.

ગણેશ ચોકડી પાસે પણ ટૂંક સમયમાં બનશે બ્રિજ

ભારત સરકારના સડક અને માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા વર્ષ 2020માં આણંદ ખાતે દાંડી પથ ઉપર બોરસદ ચોકડી ખાતે રાષ્ટ્રીય ધોરી માર્ગ 64 ઉપર ચાર માર્ગીય ફ્લાય ઓવર બ્રિજની મંજૂરી આપી છે. જેના કારણે આણંદ શહેરમાં પ્રવેશ અને બહાર જવા માટે વાહન ચાલકોને પડતી મુશ્કેલીમાં રાહત મળશે. જેથી સાંસદ મિતેષ પટેલે સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરતા વધુમાં જણાવ્યું હતું કે, આણંદ શહેરમાં હજૂ ગણેશ ચોકડી ખાતે પણ નૂતન બ્રિજની મંજૂરી મળી છે, તેનું કામ પણ ટૂંક સમયમાં શરૂ થશે. તજેનાથી ટ્રાફિકની સમસ્યાનો અંત આવશે.

ABOUT THE AUTHOR

...view details