ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાત સ્ટેટ રાઈફલ શૂટિંગ ચેમ્પિયનશીપમાં આણંદના 12 શૂટરોએ 25 મેડલ જીત્યા

અમદાવાદ ખાતે 56મી ગુજરાત સ્ટેટ રાઈફલ શૂટિંગ ચેમ્પિયનશીપમાં આણંદ જિલ્લાના જીટોડીયા ગામે આવેલી લજ્જા શૂટિંગ એકેડમીનાં શૂટરોએ ઉત્કૃષ્ટ દેખાવ કરીને વિવિધ કેટેગરીમાં 25 જેટલા મેડલ મેળવ્યા હતા.

ગુજરાત સ્ટેટ રાઈફલ શૂટિંગ ચેમ્પિયનશીપમાં આણંદના 12 શૂટરોએ 25 મેડલ જીત્યા
ગુજરાત સ્ટેટ રાઈફલ શૂટિંગ ચેમ્પિયનશીપમાં આણંદના 12 શૂટરોએ 25 મેડલ જીત્યા

By

Published : Mar 21, 2021, 8:33 PM IST

  • ગુજરાત સ્ટેટ ચેમ્પિયનશીપમાં આણંદના 12 શૂટરોએ 25 મેડલ જીત્યા
  • રાજ્યકક્ષાએ આણંદ જિલ્લાનું ગૌરવ વધારતા લોકોમાં ખુશી
  • 25 મેડલોમાં 8 ગોલ્ડ, 9 સિલ્વર અને 8 બ્રોન્ઝ મેડલનો સમાવેશ

આણંદ: ગુજરાત સ્ટેટ રાઈફલ એસોસિએશન દ્વારા અમદાવાદ ખાતે ગત 25 ફેબ્રઆરીથી 6 માર્ચ 2021 દરમિયાન 56 મી ગુજરાત સ્ટેટ શૂટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં આણંદ જિલ્લાના જીટોડીયા ગામે આવેલી લજ્જા શૂટિંગ એકેડમીના 14 જેટલા શૂટરોએ કુલ 25 મેડલ્સ મેળવ્યા હતા.

13 શૂટરોની પ્રિ નેશનલ્સમાં પસંદગી

આ ચેમ્પિયનશીપ વિવિધ કેટેગરીઓ જેવી કે, 10 મીટર, 25 મીટર, 50 મીટર અને વિવિધ રેન્જ જેવી કે, મેન, વિમેન, જુનિયર મેન, જુનિયર વિમેન, યુથ મેન, યુથ વિમેનમાં યોજાઈ હતી. જેમાં 14 ખેલાડીઓએ ભાગ લીધો હતો અને 25 મેડલ્સ મેળવ્યા હતા. જેમાં 8 ગોલ્ડ, 9 સિલ્વર અને 8 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. આ સાથે એકેડેમીના 13 શૂટર પ્રિ.નેશનલ સ્પર્ધા માટે ક્વોલિફાઈ થઈને ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે.


કોણે કેટલા ચંદ્રકો જીત્યા?

નામ સુવર્ણ રજત કાંસ્ય
આધ્યા એચ. અગ્રવાલ 3 5 2
અંજલી એસ પંચાલ 0 0 1
માનસી એસ દુબે 1 1 1
હેત્વી બી.પરમાર 0 0 1
પ્રિશા એચ.પરમાર 0 0 2
દેવલ ઓ. તેરૈયા 1 1 0
કવન જી શુક્લ 1 0 0
હેતુ સી વાઘેલા 1 0 0
દિપેન એન.સુથાર 0 1 0
દિવ્યરાજ જે.પરમાર 1 0 0
એરોન એમ.પરમાર 1 0 0
રાહુલ ટી. મહેતા 0 1 0

ABOUT THE AUTHOR

...view details