ગુજરાત

gujarat

By

Published : May 5, 2021, 5:14 PM IST

ETV Bharat / state

ગાંજા પર પોલીસનો પંજો, ખેતરમાં વાવેલા 829 કિલો ગાંજા સાથે 1ની ધરપકડ

આણંદ જિલ્લાના ઈતિહાસમાં સૌથી મોટો ગાંજાનો જથ્થો ઝડપાયો છે. ખંભાતના દહેડા ગામની સીમમાં આવેલા એક ખેતરમાં યુવાને જુવારની આડમાં ઉગાડેલો 829 કિલો ગાંજો પકડીને પોલીસે યુવાન વિરુદ્ધ NDPS સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

દેવું થતા યુવાને કરી ગાંજાની ખેતી, વેચવા જાય તે પહેલા જ પોલીસે 829 કિલો ગાંજા સાથે ઝડપી પાડ્યો
દેવું થતા યુવાને કરી ગાંજાની ખેતી, વેચવા જાય તે પહેલા જ પોલીસે 829 કિલો ગાંજા સાથે ઝડપી પાડ્યો

  • આણંદ જિલ્લાના ઈતિહાસમાં સૌથી મોટો જથ્થો ઝડપાયો
  • ખેતરમાં જુવારની આડમાં ઉગાડવામાં આવ્યો હતો ગાંજો
  • પોલીસે NDPS સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો

ખંભાત: આણંદ SOGએ બુધવારે ખંભાત તાલુકાના દહેડા ગામની સીમમાં દરોડો પાડીને આણંદ જિલ્લાના ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો 83 લાખની કિંમતનો 829 કિલો ગાંજો ઝડપી પાડ્યો છે. આરોપીએ દેવું વધી જતા ગાંજાનુ વાવેતર કર્યું હોવાની કેફિયત રજૂ કરતા પોલીસે NDPS સહિતની કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો:વાહન ચેકીંગ દરમિયાન 1લાખ 33 હજારનો ગાંજો મળ્યો, બે ની ધરપકડ

બાતમીના આધારે પોલીસે પાડ્યો દરોડો

બુધવારે પેટ્રોલિંગ કરી રહેલા SOGના પોલીસ જવાનને બાતમી મળી હતી કે, ખંભાત તાલુકાના દહેડા ગામના મોટા ફળિયામાં રહેતા અને હાલ ખારીયા સીમમાં રહેતા રમેશભાઈ રાઠોડ દ્વારા પોતાના ખેતરમાં જુવારના વાવેતરની આડમાં ગેરકાયદેસર રીતે ગાંજાનુ વાવેતર કર્યું છે અને હાલમાં તે ખેતરમાં જ હાજર છે. બાતમીના આધારે SOGની ટીમ દ્વારા દરોડો પાડતા ખેતરમાંથી એક શખ્સ મળી આવતાં તેનું નામ પૂછતાં રમેશ રાઠોડ હોવાનું જણાવ્યું હતું.

દેવું થતા યુવાને કરી ગાંજાની ખેતી

આ પણ વાંચો:સુરત રેલવે સ્ટેશન ઉપરથી 202 કિલો ગાંજો ઝડપાયો

ખરાઈ કરવા પોલીસે નાર્કો ટેસ્ટ કરાવ્યો

પોલીસે ખેતરમાં તપાસ કરતા ખેતરમાં જુવારની આડમાં ગાંજાના છોડ જેવી વનસ્પતિ અને 28 જેટલી અડધી સૂકવેલી વનસ્પતિની ગાંસડીઓ મળી આવી હતી. આ વનસ્પતિ ગાંજો છે કે નહીં તેની ખરાઈ કરવા પોલીસે FSLની ટીમ બોલાવીને નાર્કો ટેસ્ટ કરાવતા આ વનસ્પતિ નશીલો પદાર્થ ગાંજો હોવાનું બહાર આવ્યું હતું. જે જોતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. મળેલો જથ્થો એટલો મોટો હતો કે, તેનું વજન કઈ રીતે કરવું તે માટે પોલીસ પણ મૂંઝવણમાં મૂકાઈ ગઈ હતી.

આ પણ વાંચો:રાજકોટ પોલીસે 10 કિમી કારનો પીછો કરી બે શખ્સો સહિત 41 કિલો ગાંજો ઝડપ્યો

દેવું થતા ગાંજાનુ વાવેતર કર્યું હોવાની કરી કબૂલાત

પોલીસે પકડેલા ગાંજાના છોડનું વજન કરાવતા તેનું વજન 825 કિલો થયું હતું અને અડધા સુકવેલા છોડનું વજન 4.920 કિલોગ્રામ થયું હતું. આમ કુલ 829.920 કિલો ગાંજો આણંદ પોલીસે ઝડપી લીધો હતો. જેની અંદાજિત કિંમત 82,99,200 રૂપિયા થાય છે. આટલી મોટી માત્રમાં મળેલા ગાંજાના જથ્થાનું વાવતેર કરવા અંગે પોલીસે પ્રાથમિક પૂછપરછ કરતા આ કૃત્ય તેણે દેવું થઈ જતા કર્યું હોવાની કબૂલાત કરી હતી. આણંદ પોલીસે આરોપી સામે ખંભાત રૂરલ પોલીસમથકે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દેવું થતા યુવાને કરી ગાંજાની ખેતી

આ પણ વાંચો:ડીસાના રાણપુર ગામેથી SOGએ 40 લાખના ગાંજા સાથે ત્રણ આરોપીની કરી અટકાયત

ગાંજાનો જથ્થો વજન કરવા માટે વે-બ્રિજ લઈ જવામાં આવ્યો

પકડાયેલો ગાંજાનો જથ્થો એટલો બધો વધારે હતો કે, પોલીસને આ જથ્થાનું વજન કરવા માટે ટેમ્પામાં વે-બ્રિજ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં જઈને વજન કરતા કુલ 829.920 કિલો હોવાનું સામે આવ્યું હતું. જે જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આણંદ જિલ્લાના ઈતિહાસમાં પ્રથમ વખત આટલી હદે ગાંજાનો મોટો જથ્થો પકડાયો છે. જેને લઈને પોલીસ પણ અચરજમાં પડી ગઈ હતી.

ABOUT THE AUTHOR

...view details