અમરેલીઃ સમગ્ર દેશમાં હાલ લૉકડાઉન છે, ત્યારે પીપાવાવ પોર્ટમાં આવેલી રિલાયન્સ કંપનીના કામદારોની હાલત કફોડી બની છે. કંપનીમાં કામ કરતા લોકોને હજુ સુધી 5 મહિનાનો પગાર ચૂકવવામાં આવ્યો નથી.
પીપાવાવમાં આવેલી રિલાયન્સ કંપનીના કામદારો 5 મહિનાથી પગાર વિહોણા - પીપાવાવમાં રિલાયન્સમાં કામદારો પગાર વિહોણા
સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી વચ્ચે અમેરલીના પીપાવાવમાં આવેલી રિલાયન્સ કંપનીમાં મજૂરોને પાંચ મહિનાથી પગાર ચૂકવવામાં આવ્યા નથી.
Reliance Industry
સરકાર દ્વારા આદેશ કરવામાં આવ્યો હોવા છતાં પણ પગાર ચૂકવવામાં આવ્યો નથી. પીપાવાવ રિલાયન્સ કંપનીમાં કામ કરતા 1000થી પણ વધુ લોકોને પગાર ચૂકવાયો નથી. લૉકડાઉન વચ્ચે કામદારોના પરિવારની મુશ્કેલીઓ વધતા વીડિયો સોશિયલ મિડીયા દ્વારા જાહેર કરી મદદ કરવા ગુહાર કરી છે.
ઉલ્લેખનીય છે કે, પીપાવાવ રિલાયન્સ કંપનીના કામદાર રાજેશ બાબુભાઈ ભૂરણી દ્વારા સોશિયલ મીડિયામાં વીડિયો જાહેર કરી મદદ માગવામાં આવી છે.