અમરેલીઃ સાવરકુંડલાના થોરડી ગામના મહિલા સરપંચ હંસા પ્રફુલ વેકરીયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મહિલા સરપંચ અને સરપંચ પતિ દ્વારા લાખો રૂપિયાનું કૌભાંડ થયાનું આવ્યું પ્રકાશમાં આવતા સસ્પેન્ડ કરાયા છે.
સાવરકુંડલાના થોરડી ગામના મહિલા સરપંચને સસ્પેન્ડ કરાયા
સાવરકુંડલામાં થોરડી ગામના મહિલા સરપંચ હંસા પ્રફુલ વેકરીયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
thoradi
કહેવામાં આવી રહ્યું છે કે તેમના દ્વારા દાતાઓ દ્વારા પીવાના પાણી માટે આપવામાં આવેલા પૈસાનો પણ દૂરઉપયોગ કરવામાં આવ્યો હતો. રોડ-રસ્તાના કામો, ગટરલાઈનના કામોમાં ખોટા વાઉચરો બનાવીને રોકડા રૂપિયા ઉપાડી લીધા હતાં. જેને લઇને આર.ટી.આઈ.માં માહિતી માંગીને સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરવામાં આવી હતી.
આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થતાં જિલ્લા વિકાસ અધિકારી તેજસ પરમારે મહિલા સરપંચને સસ્પેન્ડ કર્યા છે.