અમરેલી શહેરના બાયપાસ રોડ ગુજ-કો મીલની પાછળ ગોકુલનગરમાં રહેતી મહીલા બુટલેગર જાનુબેન ગોવિંદભાઇ આકોલીયાની અવાર-નવાર દારૂબંધીની જોગવાઇઓનો ભંગ કરતી હોવાનું સામે આવતું હોય છે. જેને લઇને તેની સામે દારૂબંધીના ભંગ બદલ 6 જેટલા ગુન્હાઓ નોંધાયેલા છે. ત્યારે આ મહિલાને જેને SDM ડી.એન.સતાણી બુટલેગર જાનુબેન આકોલીયાને અમરેલી તથા તેને અડીને આવેલા જિલ્લાઓ જૂનાગઢ, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, રાજકોટ મળીને 6 જિલ્લાઓની હદમાંથી 2 વર્ષ માટે તડીપાર કરતો હુકમ કરવામાં આવ્યો છે.
અમરેલીની મહિલા બુટલેગર 6 જિલ્લામાંથી તડીપાર - Woman Bootlegger Deportation
અમરેલીઃ શહેરમાં આવેલી ગુજ-કો મીલની પાછળ આવેલા ગોકુલનગરમાં રહેતી માથાભારે મહીલા બુટલેગરને 2 વર્ષ માટે 6 જિલ્લામાંથી તડીપાર કરાતા બુટલેગરોમાં ભારે ફફડાટ મચ્યો છે.
Bootlegger
જે બાદ હદપાર હુકમની અમલ કરવા માટે થઇને બુટલેગર જાનુબેન આકોલીયાને પ્રતિબંધિત વિસ્તારમાંથી બહાર મોકલવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેને પગલે અન્ય દારૂના વેપાર સાથે સંકળાયેલા બુટલેગરોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે.
TAGGED:
Woman Bootlegger Deportation