અમરેલી :જિલ્લામાં એક શખ્સનાઘરે પોલીસે દરોડા પાડતા હથિયાર મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ઉંચેયા ગામમાં રહેતો હિસ્ટ્રી શીટર ચંપુ ધાખડા પાસે ગેરકાયદેસર હથિયારો હોવાની બાતમી મળી હતી. અમરેલી જિલ્લા SP હિમકર સિંહ પાસે ચોક્કસ સચોટ માહિતી હોવાને કારણે સાવરકુંડલાના DYSP હરેશ વોરાને સૂચના આપતા તાત્કાલીક કાર્યવાહી હાથ ધરી હતી. સાવરકુંડલા DYSP હરેશ વોરા દ્વારા આરોપી ગુન્હાહિત ઇતિહાસ ધરાવતો હોવાને કારણે અલગ અલગ પોલીસની ટીમો બનાવી ઓપરેશન હાથ ધર્યું હતું.
આ પણ વાંચો :Shraddha murder case: ઓટોપ્સી રિપોર્ટમાં તીક્ષ્ણ હથિયાર ટૂંક સમયમાં ચાર્જશીટ દાખલ
પીસ્ટલ હથિયાર કારટીસ મળ્યા : ચંપુ ધાખડા નામના શખ્સ પાસેથી ગેરકાયદેસર લાયસન્સ વગર 2 પીસ્ટલ હથિયાર અને 5 કારટીસ મળી આવતા પીપાવાવ મરીન પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. હાલ આ આરોપી ચંપુ ધાખડાને પોલીસ સ્ટેશન લઈ આવી તેમની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ગેરકાયદેસર હથિયારો કારટીસ ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરાઇ છે. ચપુ ઉપર અગાઉ રાજુલા પીપાવાવ પોલીસ મથકના ચોપડે પાંચ જેટલા ગંભીર ગુનાઓ નોંધાયા છે.