ગુજરાત

gujarat

ETV Bharat / state

અમરેલીમાં પાણીની પારાયણથી કંટાળી મહિલાઓ પહોંચી ગ્રામપંચાયતના દરવાજે - water need

અમરેલીઃ જિલ્લામાં આવેલા ગામડાઓમાં છેલ્લા દોઢ મહિનાથી પીવાનું પાણી પહોંચતું નથી. સ્થાનિકોએ આ મુદ્દે અનેકવાર ગ્રામપંચાયતમાં રજૂઆત કરી હતી. તેમ છતાં તંત્ર દ્વારા કોઇ પગલાં લેવાયા નથી. જેના કારણે ડેડાણ ગામની 100 જેટલી મહિલાઓએ ગ્રામપંચાયતમાં જઇને હોબાળો કર્યો છે.

અમરેલી જિલ્લાના ગામડાઓમાં પીવાનું પાણી ન પહોંચતાં ગામની મહિલાઓએ ગ્રામપંચાયતમાં હલ્લાબોલ કર્યો

By

Published : May 17, 2019, 9:22 AM IST

અમરેલી જિલ્લામાં લોકો પીવાના પાણી માટે વલખાં મારી રહ્યા છે. ખાંભા તાલુકામાં 10 હજાર વસ્તી ધરાવતા ડેડાણ ગામના ગ્રામજનો પાણીની સમસ્યાથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. તો 4 હજારની વસ્તી ધરાવતા મફતિયાપુરાના લોકોને પાણી મેળવા કલાકોના કલાકો પાણીની શોધમાં નીકળવું પડે છે.

અમરેલી જિલ્લાના ગામડાઓમાં પીવાનું પાણી ન પહોંચતાં ગામની મહિલાઓએ ગ્રામપંચાયતમાં હલ્લાબોલ કર્યો
વળી,આજુબાજુમાં પાણી મેળવવાનો બીજો કોઇ સ્ત્રોત નથી. જેથી સ્થાનિકોને પોતાના ખર્ચે પાણીની ટેન્કરો મંગાવવાની ફરજ પડી રહી છે. છેલ્લા દોઢ મહિનાથી આ તાલુકાના લોકો પાણીની સમસ્યા સામે ઝઝૂમી રહ્યાં છે, ત્યારે તંત્ર ગ્રામજનોની ફરિયાદ સામે આંખ આડા કાન કરી રહ્યું છે. જેના કારણે રોષે ભરાયેલી ડેડાણા ગામની 100 જેટલી મહિલાઓએ ગ્રામપંચાયત હલ્લાબોલ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details