મૃત્યુ પમનાર યુવતીની ઉંમર આશરે 25થી 30 વર્ષની હતી. મૃતદેહના જમણા હાથ ઉપર અંગુઠા પાસે ‘‘S.S.’’ તથા કલાઇના ભાગે ‘‘M.S.’’ તથા કાંડાથી ઉપર અને કોણીથી નીચે વચ્ચેના ભાગે સ્ટાર તથા તેની બાજુમાં ‘‘S’’ ત્રોફાવેલ હતું અને તેની નીચે ત્રાજવું ત્રોફાવેલ તે ચેકાવેલ હતું. ડાબા હાથના અંગુઠા પાસે ‘‘કાનો’’ તથા કલાઇના ભાગે ‘‘રાજુ’’ ત્રોફાવેલ હતું. અંદાજે 36 કલાક પહેલા આ અજાણી સ્ત્રીનું કોઇ અજાણ્યા ઇસમે ધારદાર હથિયારથી ગળાના ભાગે ઘા કરી માથું ધડથી અલગ કરી મોત નિપજાવેલું હોવાનું સામે આવ્યું હતું. અજાણ્યા ઇસમ અંગે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ગજેન્દ્રભાઇ રામભાઇ ધાધલે ઇ.પી.કો. કલમ 302, 201, જી.પી.એક્ટ કલમ 135 મુજબનો ગુનો રજીસ્ટર થયો હતો.
પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, મૃત્યુ પામનાર ફિરોજા ઉર્ફે સોનલ ઉર્ફે મનિષા છુટાછેડા બાદ આરોપી કાનાની બહેનની ઘરે ગઈ હતી. ત્યાં તેનો પરિચય કાના સાથે થયો અને તે કાના સાથે રહેવા લાગી પરંતુ કાનાના ઘરના સભ્યોને તે મંજૂર ન હતું. તેથી કાનો સોનલ તથા તેની દીકરી છાયાને લઈને ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના ગુંદાળા ગામે રહેવા જતો રહ્યો અને ત્યાં ખેત મજુરી કામ કરવા લાગ્યા હતા. કાનો દારૂ પીતો હોવાથી તેના સોનલ સાથે અવાર નવાર ઝગડા થતા હતા અને કાનો દારૂ પીને સોનલને ખુબ જ માર મારતો હતો.