ગુજરાત

gujarat

ETV Bharat / state

મહાદેવને પ્રિય એવું બીલીપત્ર, શું તમે જાણો છો બીલીમાં કેવા કેવા પ્રકાર હોય છે ? - gujarati news

અમરેલીઃ શ્રાવણ માસની શરુઆત થતા જ ભગવાન ભોળાનાથને રિઝવવા શિવભક્તો બિલ્લિપત્રથી પૂજા કરતા હોય છે. તેથી ભગવાન શિવને 11, 21, 51,101 તેમજ 108 બિલ્વપત્રોથી અભિષેક કરતા હોય છે. સામાન્ય રીતે બિલ્લિપત્ર ત્રણ પર્ણ વાળુ જોવા મળતુ હોય છે, પરંતુ ધારી તાલુકાના દિતલા ગામે રહેતા ઉકાભાઇ ભટ્ટીની વાડીમા 3, 5, 6, 7, 8 અને 9 પર્ણો વાળા બિલ્લિપત્ર ઊગે છે.

billpatra tree

By

Published : Aug 12, 2019, 12:15 PM IST

ધારી તાલુકાના દીતલા ગામના ઉકાભાઇ ભટ્ટીની વાડીમાં ત્રણ, ચાર, પાંચ, છ, સાત અને આઠ પર્ણ વાળા બીલીપત્રનું ઝાડ છે. આવું અનોખુ ઝાડ ભાગ્યે જ જોવા મળે છે. ખૂબ જ ઓછા લોકોને ખબર હશે કે, ત્રણથી વધુ પર્ણ વાળા બીલીપત્ર થાય છે. ઉકાભાઈએ જણાવ્યું કે, તેમની વાડીએ અનોખુ ઝાડ હોવાથી તેઓ પણ ગૌરવ અનુભવે છે. ઉકાભાઇની વાડીમાંથી આ બીલીપત્રો સોમનાથ મંદીર, કંકાઇ મંદીર, બાણેજના મંદીરે, બાજુમા આવેલ ભુતનાથ મહાદેવના મંદીરે અને અનેક સુપ્રસિદ્ધ મંદીરે શ્રાવણ મહિનામાં લોકો શિવજીને અર્પણ કરવા લઇ જાય છે.

બીલીપત્રનું 3, 5, 7, 9 પર્ણવાળું અનોખુ વૃક્ષ

ઉકાભાઇની વાડીમાથી લોકો રોઝના હજારો બીલીપત્રો ભગવાન શિવજીને ચડાવવા લઇ જાય છે. ઉકાભાઇ શ્રાવણ મહીનામા ફ્રીમા લોકોના ઘરે બીલીપત્રોના પર્ણ મોકલે છે. આમ શ્રાવણ મહીનામાં લોકો દીતલા ગામને જરુરથી યાદ રાખે છે. આ પર્ણ રાજકોટ, જૂનાગઢ, અમરેલી, સાવરકુંડલા, જામનગર, મોરબી વગેરે જગ્યાએ મોકલવામા આવ છે. એટલું જ નહી હવે તો વિદેશથી પણ ઉકાભાઇ ભટ્ટીને ફોન આવે છે અને ઉકાભાઇ પોતાના સ્વખર્ચે લંડન, આફ્રીકા તેમજ કેનેડા જેવા દેશોમાં કુરીયર કરી દે છે. જેથી શ્રાવણ માસમા ઉકાભાઇની અનેરી સેવા જોવા મળે છે.

ABOUT THE AUTHOR

...view details