અમરેલીઃ જિલ્લામાં કોરોનાના વધુ બે પોઝિટિવ કેસ સામે આવ્યા છે. સાવરકુંડલાના નાના ઝીંઝુડાની 45 વર્ષીય મહિલાનો કોરોનાનો રિપોર્ટ પોઝીટિવ આવ્યો છે. નાના ઝીંઝુડાની મહિલાની ટ્રાવેલ હિસ્ટ્રી ન હોવા છતાં કોરોના પોઝીટિવ આવ્યો છે.
અમરેલી જિલ્લામાં કોરોનાના વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા - ,કોરોના તાજા સમાચાર
કોરોનાએ આખા દેશને ભરડામાં લીધો છે. ત્યારે અમરેલી જિલ્લામાં કોરોનાના વધુ બે પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેથી જિલ્લામાં કુલ કેસની સખ્યાં 4 થઇ છે.
![અમરેલી જિલ્લામાં કોરોનાના વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા અમરેલી જિલ્લામાં કોરોનાના વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7313813-156-7313813-1590215470158.jpg)
અમરેલી જિલ્લામાં કોરોનાના વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા
બીજી તરફ અમરેલીના ચાડીયા ગામના 42 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે .અમદાવાદના બાપુનગરથી 21 મેં એ અમરેલી આવેલા પુરુષને કોરોનાનો રિપોર્ટ પોઝીટિવ આવ્યો છે.
આમ, અમરેલીમાં અગાઉ ટીમલાની વૃદ્ધા અને બગસરાના યુવકનો કેસ પોઝિટિવ આવ્યા બાદ વધુ બે કેસ સામે આવ્યાં છે. અમરેલી જિલ્લામાં કોરોના પોઝિટિવની સંખ્યા કુલ ચાર થઇ છે.