ગુજરાત

gujarat

ETV Bharat / state

બે બાળકોએ રમતરમતમાં ઝેરી પાઉડર પીધો, માતાએ પણ ચાખતા ત્રણેયને થઈ ઝેરી અસર - ઝેરી પાઉડર

અમરેલીમાં લાઠી રોડ પર બ્રાહ્મણ સાેસાયટીમાં એક શિક્ષક પરિવારના બે બાળકે રમતાંરમતાં ઝેરી પાઉડર પી લીધો હતો. જેને પગલે ઉલટીઉબકા થવા લાગ્યાં હતાં. બાદમાં આ ઝેરી પાઉડર માતાએ પણ ચાખતાં ત્રણેયને ઝેરી દવાની અસર થતાં તાત્કાલિક સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યાં હતાં.

બે બાળકોએ રમતરમતમાં ઝેરી પાઉડર પીધો, માતાએ પણ ચાખતા ત્રણેયને ઝેરી અસર થઈ
બે બાળકોએ રમતરમતમાં ઝેરી પાઉડર પીધો, માતાએ પણ ચાખતા ત્રણેયને ઝેરી અસર થઈ

By

Published : Aug 7, 2021, 1:45 PM IST

  • અમરેલી શહેરમાં બની ઘટના
  • બે બાળકોએ રમતરમતમાં ઝેરી પાઉડર પીધો
  • માતાએ પણ પાવડર ચાખતાં ઝેરી અસર થઈ
  • માતા અને બંને પુત્રો હોસ્પિટલમાં સારવાર હેઠળ

અમરેલીઃ નાના બાળકો ક્યારેક રમતરમતમાં જીવનું જોખમ સર્જી દેતાં હોય છે તેનો વધુ એક કિસ્સો અમરેલીમાં બહાર આવ્યો હતો. અહીના લાઠી રોડ ઉપર આવેલી બ્રાહ્મણ સાેસાયટીમાં રહેતા અને ધાર ગામે પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા હીરેનકુમાર પ્રવીણભાઇ નિમાવતના ઘરમાં આવી ઘટના બની હતી

દૂધનો પાવડર સમજી પી લીધો

અમરેલી સિટી પાેલીસ મથકમાં હીરેનકુમારે જણાવ્યું હતું કે તેમની પુત્રી મિશ્રી (ઉ.વ.4) અને પુત્ર ક્રિશીવ (ઉ.વ.10) પાેતાના ઘરે બીજા માળે રૂમમાં રમતાં હતાં. આ દરમિયાન ખૂણામાં પડેલો ઘઉંમાં નાખવાનો પાઉડર બંને બાળકોએ દૂધમાં નાખવાનો પાઉડર હોવાનું સમજીને પી લીધો હતો.

ત્રણેયને બાદમાં રાજકોટ દવાખાને રીફર કરાયાં

બાદમાં તેમના પત્ની કાજલબેને પણ આ પાઉડર ચાખતાં ત્રણેયને ઝેરી દવાની અસર થતાં સારવાર માટે પ્રથમ અમરેલી ખાનગી હાેસ્પિટલમાં ખસેડવામા આવ્યાં હતાં. બાદમાં રાજકોટ દવાખાને રીફર કરાયાં હતાં. બનાવની વધુ તપાસ નાયબ પાેલીસ અધિક્ષક જે.પી.ભંડારી ચલાવી રહ્યાં છે.

આ પણ વાંચોઃ તૌકતે વાવાઝોડાની સહાયની લાલચ આપી ગામના પૂર્વ સરપંચે વિધવા મહિલા પર આચર્યુ દુષ્કર્મ

આ પણ વાંચોઃ રાજુલા ચારનાળા પાસે ટ્રકે બાઇકને અડફેટે લેતા 3ના મોત

ABOUT THE AUTHOR

...view details