અમરેલીઃ ધાર્મિક મંદિરો માટે રાજય સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી છે. પરંતુ સૌરાષ્ટ્રનુ સુપ્રસિધ્ધ તીર્થ ધામ તુલસીશ્યામ મંદિર વધુ એક માસ નહિ ખુલે. સૌરાષ્ટ્રના ગીર જંગલ વચ્ચે સૌવથી મોટી સુપ્રસિદ્ધ જગ્યા આવેલી છે.
સૌરાષ્ટ્રનું સુપ્રસિદ્ધ તીર્થધામ તુલસીશ્યામ મંદિર વધુ એક માસ નહી ખુલે - ધાર્મિક મંદિરો માટે રાજય સરકાર દ્વારા છૂટછાટ
ધાર્મિક મંદિરો માટે રાજય સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી છે, પરંતુ સૌરાષ્ટ્રનું સુપ્રસિધ્ધ તીર્થ ધામ તુલસીશ્યામ મંદિર વધુ એક માસ નહીં ખુલે. તુલસીશ્યામ મંદિર ખોલવા માટે મિટિંગ બોલાવી નિર્ણય લેવામાં આવશે.
![સૌરાષ્ટ્રનું સુપ્રસિદ્ધ તીર્થધામ તુલસીશ્યામ મંદિર વધુ એક માસ નહી ખુલે સૌરાષ્ટ્રનું સુપ્રસિદ્ધ તીર્થધામ તુલસીશ્યામ મંદિર વધુ એક માસ નહિ ખુલે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-01:36-gj-amr-03-tulsishyamtemple-gj10032-07062020132814-0706f-1591516694-16.jpeg)
સૌરાષ્ટ્રનું સુપ્રસિદ્ધ તીર્થધામ તુલસીશ્યામ મંદિર વધુ એક માસ નહિ ખુલે
દર્શનાર્થીઓના આરોગ્યના ધ્યાને રાખી તુલસીશ્યામ મંદિરના ટ્રષ્ટિઓ દ્વારા બેઠકમા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. તેમજ ગુરુપૂર્ણિમા મહા ઉત્સવ પણ રદ કરવામાં આવ્યો છે. ફરી એક માસ બાદ તુલસીશ્યામ મંદિર ખોલવા માટે મિટિંગ બોલાવી નિર્ણય લેવાશે, હાલમા કોરોના મહામારી વચ્ચે વધુ એક માસ મંદિર નહીં ખુલે.