અમરેલીમાં જાહેર સભા સંબોધતા PM મોદીએ કહ્યું કે, દેશના 125 કરોડ લોકોનો મારા પર અતૂટ અવિશ્વાસ રહ્યો છે. જે કોઈ નિર્ણયો કર્યા છે તે આપના આશિર્વાદથી કર્યા છે. મારી આ જાહેરસભા નહીં પરંતુ મારી આ ધન્યવાદ સભા છે. મેં પાછલા પાંચ વર્ષમાં જે પણ કોઈ નિર્ણય કર્યા છે તેમાં કઠોર નિર્ણંય પણ હતા, દેશના ગરીબમાં ગરીબ લોકોનો ખ્યાલ હતો, સાથે સાથે દેશના યુવાનોના સપના પણ ધ્યાનમાં હતા.
આ ઉપરાંત તેમણે કહ્યું કે ગુજરાતે મને ઘડ્યો અને લાલન પાલન કર્યું. ગુજરાતમાં મુખ્યપ્રધાન તરીકે સૌથી લાંબો સમય તમારી સેવા કરવાનો મને મોકો મળ્યો છે. તમારા અને મારા વચ્ચે એક પ્રકારનો ઘરોબો બની ગયો છે. ગુજરાતી તરીકે તમારો તો મારા પર અન્ય લોકો કરતા વિશેષ અધિકાર રહ્યો છે. તમારા આશિર્વાદથી પાકિસ્તાનનો ખેલ પાડી દીધો. ગરીબ જીંદગીનો ખ્યાલ રાખ્યો છે. આજે હું નાગરિકોને ધન્યવાદ કહેવા માટે આવ્યો છું. ચાલીસ વર્ષ પહેલા નર્મદા યોજના તૈયાર થઈ હોત તો ઉત્તમ શહેર બન્યુ હોત.
PM મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે પાર્ટી હવે ડુબવા બેઠી છે, ડુબતા લોકોના હાથમાં દેશ ન અપાય. દેશમાં 40 સીટ પર આવી ગઈ હોય તેવી પાર્ટીના હાથમા દેશ ન દેવાય. સરદાર સરોવર યોજનાં કાઢવાનું કામ કોંગેસે કર્યું છે. ગુજરાતને કોંગ્રેસે તરસ્યુ રાખ્યું છે. આજે પાણી પહોંચવા લાગ્યું. સમાજમા વિખવાદ થાય એ કોંગેસ રીતિ નીતિ રહી છે.