અમરેલીઃ જિલ્લામાં કોરોના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં વધુ 3 કોરોના પોઝિટિવ કેસ નોંંધાયા છે. જેથી આરોગ્ય તંત્ર દોડતું થયું અને દર્દીઓના સંપર્ક આવેલા લોકોની તપાસ હાથ ધરી છે.
અમરેલી જિલ્લામાં કોરોનાના વધુ 3 પોઝિટિવ કેસ, કુલ આંકડો 18 - latest news of amreli
અમરેલીમાં કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. હાલમાં જ વધુ 3 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેની સાથે જિલ્લામાં કુલ દર્દીઓની સંખ્યા 18 પહોંચી છે.
અમરેલી
જિલ્લામાં વધુ 3 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં અમરેલી શહેરના લાઠી રોડ પર રહેતા 71 વર્ષીય પુરૂષ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો લીલીયાના સલડી ગામના 29 વર્ષીય પુરુષ કોરોનાથી સંક્રમિત છે. જ્યારે સાવરકુંડલાના નાની વડાળના 70 વર્ષીય પુરુષનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.
જિલ્લામાં 2 દર્દીઓના મોત થયા છે અને 9 દર્દીઓ કોરોના સામે જંગ જીતી ઘરે ગયા છે. આમ કુલ 18 પોઝિટિવ કેસમાંથી હાલ 7 એક્ટિવ કેસ છે.