- અમરેલી જિલ્લાના શિયાળ બેટ ટાપુ ફરી એક વખત સપડાયો અંધકારના યુગમાં
- તૌકતે વાવાઝોડાને કારણે વીજ પુરવઠાને થયું છે ખૂબ જ નુકસાન
- આગામી ૧૫ દિવસ સુધી વીજ પુરવઠો પૂર્વવત થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરતા PGVCLના અધિકારીઓ
- આઝાદીના ૬૫ વર્ષ બાદ શિયાળ બેટમાં વીજ પુરવઠો સ્થપાયો થયો હતો
- તૌકતે વાવાઝોડાએ ફરી એક વખત શિયળ બેટ ટાપુને અંધકાર યુગમાં ધકેલ્યો
અમરેલી : તૌકતે વાવાઝોડાને કારણે અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાનું શિયાળ બેટ ગામ ફરી એક વખત આઝાદી પૂર્વેના અંધકાર યુગમાં ધકેલાઇ ગયું છે. દરિયાકાંઠાના વિસ્તારો સહિત 10 જિલ્લામાં ત્રાટકેલા તૌકતે વાવાઝોડાને કારણે શિયાળ બેટ ટાપુ પર વીજળીનો પુરવઠો ઠપ્પ થઈ જતા છેલ્લા એક મહિના કરતાં વધુ સમયથી ગામ ફરી એક વખત અંધકાર યુગમાં સપડાયુ છે. વીજ પુરવઠો પૂર્વવત થવાને લઈને PGVCLના અધિક્ષક ઈજનેર નિનામાએ etv BHARAT સાથે કરેલી વાતચીત દરમિયાન શિયાળ બેટ ગામમાં વીજળી પુરવઠો પૂર્વવત કરવા લઈને કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ આગામી ૧૫ દિવસ સુધી વીજ પુરવઠો પૂર્વવત થાય તેવી એક પણ શક્યતાઓ જોવાઈ રહી નથી.
આ પણ વાંચો: તૌકતે વાવાઝોડાનો તાંડવ: રાજુલા શહેરમાં વિજળી ડૂલ, શિયાળ બેટની 3 બોટ તણાઈ
ગામના સરપંચ પણ વીજ પુરવઠો પૂર્વવત થાય તે માટે કરી રહ્યા છે સતત પ્રયાસો
સમગ્ર મામલાને લઈને Etv BHARATએ શિયાળ બેટ ટાપુ ગામના સરપંચ હમીરભાઇ શિયાળ સાથે પણ ટેલિફોનિક સંપર્ક કર્યો હતો. તેમને પણ જિલ્લા વહીવટીતંત્રને પીજીવીસીએલના અધિકારીઓ સાથે વીજ પુરવઠો પૂર્વવત થાય તે માટે સતત પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ વીજ પુરવઠો પૂર્વવત કરવાને લઈને ખૂબ જ મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. શિયળ બેટ ટાપુ દરિયાની વચ્ચે આવેલું હોવાને કારણે પણ અહીં વીજ પુરવઠાને સપ્લાયની લાઈન તેમજ વીજ થાંભલા ઉભા કરવામાં પણ સમય લાગી શકે છે. સરપંચ પણ આગામી એકાદ મહિના સુધીમાં ગામમાં વીજ પુરવઠો પૂર્વવત થાય તેવી શક્યતાઓ આજે વ્યક્ત કરી રહ્યા છે. સરપંચે etv ભારતને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે, આઝાદી મળ્યાના 65 વર્ષ બાદ ગામમાં વીજ પુરવઠો જોવા મળ્યો હતો, ત્યારે હવે ગત એક મહિનાથી વાવાઝોડાને કારણે વીજ પુરવઠો બાધિત થયો છે. આવી પરિસ્થિતિમાં ગામલોકો પણ હવે મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે, પરંતુ શિયાળ બેટ ટાપુઓમાં વીજ પુરવઠો પૂર્વવત કરવો ખૂબ જ મુશ્કેલીનું કામ છે, પરંતુ વીજ કંપનીના કર્મચારી અધિકારી અને કોન્ટ્રાક્ટર્સ મુશ્કેલીભર્યા કામોમાં પણ સતત આગળ વધી રહ્યા છે અને આગામી દિવસોમાં વીજ પુરવઠો પૂર્વવત થાય તેવી શક્યતાઓ પણ છે.