અમરેલી : બાબરા તાલુકાના રણપર ગામે આવેલા હનુમાનજી મંદિરના મહંતની હત્યા થઈ હતી. આ હત્યાનો ભેદ અમરેલી પોલીસે ઉકેલી કાઢ્યો છે. જેમાં મિત્ર અને શિષ્યએ પૂજારીની હત્યા નીપજાવી હોવાનું સામે આવ્યું છે.
બાબરા તાલુકાના રામપર નજીક આવેલા હનુમાનજી મંદિરમાં હનુમાન જયંતીના રોજ ભક્તો દર્શન કરવા જતા ધુણાવાળા મકાનમાં રાખમાંથી માનવ કંકાલ મળી આવ્યાં હતાં તથા મંદિરના મહંત અને સાધ્વી ન દેખાતા ભક્તો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી.
બાબરાના હનુમાનજીના મંદિરના પૂજારીની હત્યાનો ભેદ ઉકેલાયો આ સમગ્ર બાબતને લઇ પોલીસ દ્વારા ઉંડાણ પૂર્વકની તપાસ હાથ ધરતા જાણવા મળ્યું કે, ગત શિવરાત્રીના રોજ તેમના મિત્ર સંદીપનાથ આવી તેમના આશ્રમમાં રહેતા હતા. એક દિવસ મંદિરના મહંત શ્યામદાસ અને તેમની શિષ્ય બલરમદાસને બોલાચાલી થતા બલરામદાસ અને સંદીપનાથ બંન્નેએ મળી મહંતની હત્યા નિપજાવી હતી. બાદમાં રાત્રીના સમયે મૃતદેહને ધુણાવાળા મકાનમાં લઇ જઇ જલાવી દીધા હતા.
બાબરાના હનુમાનજીના મંદિરના પૂજારીની હત્યાનો ભેદ ઉકેલાયો તે સમય દરમિયાન પેટ્રોલનું કેન ફાટતાં બંને દાજી ગયા હતા અને જસદણ, ગોંડલ અને રાજકોટમાં સારવાર લીધી હતી. આ ગુનામાં પોલીસ દ્વારા આરોપી બલરમદાસ અને સંદિપનાથની ધડપકડ કરી IPC 302, 201 મુજબ ગુનો નોધ્યો છે. મળતી માહિતી મુજબ આરોપી સંદિપનાથ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.