અમરેલીના સાવરકુંડલા APMCમાં દરરોજ 500ની આસપાસમાં ખેડૂતો APMCમાં ખેત જણસો લઈને આવે છે. આ ખેત જણસો ખરીદી કરતા APMCના વેપારીઓ પર પહેલી જૂનથી જ શેષ વધારાનો બોજ થોપવામાં આવ્યો છે. જેમાં મગફળી, કઠોળ, ઘઉં, બાજરો, મગ અને અડદ સહિતના APMCમાં આવતા ખેડૂતોના માલને લઈને ખેડૂતો પર વધારાનો બોજ હોવાનો વસવસો વેપારીઓ કરી રહ્યાં છે.
APMCના સત્તાધીશોએ ખેડૂતોનો માલ ખરીદતા વેપારીઓ પર શેષના ભાવમાં વધારો કરતા વેપારીઓ થયાં નારાજ - gujaratinews
અમરેલી: મોંઘવારી માજા મૂકી રહી છે, ત્યારે મોંઘવારીનો માર હવે APMCના વેપારીઓને સતાવી રહ્યો છે. અમરેલીના સાવરકુંડલા APMCમાં ખેડૂતોના માલ ખરીદતા વેપારીઓ પર શેષના વધારાનો બોજ વધતા APMCના વેપારીઓમાં નારાજગી વ્યાપી ગઈ છે.
APMCના સત્તાધીશોએ કહ્યું, શેષમાં ભાવવધારો એ રૂટિન પ્રક્રિયા છે
APMCની બજારોમાં ખેત જણસોના ભાવ ઘટ્યા છે, જ્યારે શેષના ભાવ વધતા વેપારીઓને ચિંતા સતાવી રહી છે. ત્યારે પહેલા ખેત જણસોમાં શેષના ભાવને લઈને હાલ કેટલો વધારો શેષનો છે એ જોઈએ...
- શીંગ 7 રૂપિયા હવે 8.25 પૈસા 35 કિલો પર
- શીંગદાણા 24 રૂપિયા હવે 30 રૂપિયા 80 કિલો પર
- સફેદ તલ 35 રૂપિયા હવે 45 રૂપિયા 80 કિલો પર
- કાળા તલ 35 રૂપિયા હવે 55 રૂપિયા 80 કિલો પર
- જીરું 40 રૂપિયા હવે 45 રૂપિયા 60 કિલો પર
- ચણા 18 રૂપિયા હવે 21 રૂપિયા 100 કિલો પર
- તુવેર 20 રૂપિયા હવે 25 રૂપિયા 100 કિલો પર
- એરંડો 13 રૂપિયા હવે 21 રૂપિયા 100 કિલો પર
ત્યારે 1 જુનથી APMCના શેષમાં વધારો થતાં વેપારીઓમાં કચવાટ ફેલાયો છે. તો APMCના સત્તાધીશો દ્વારા આ શેષમાં ભાવ વધારો એ રૂટિન પ્રક્રિયા ગણાવી હતી.