ગુજરાત

gujarat

ETV Bharat / state

લેન્ડ ગ્રેબિંગ પર યોગ્ય કાર્યવાહી ન કરતા અધિકારીઓની હાઇકોર્ટે કાઢી ઝાટકણી - Gujarati News

અમરેલીમાં લેન્ડ ગ્રેબિંગ કેસમાં પાસા લગાડવાની કાર્યવાહી પર હાઇકોર્ટ ગુસ્સે ભરાઈ હતી. કોર્ટે કડક શબ્દોમાં કહ્યું કે સરકારી જમીનમાં લેન્ડ ગ્રેબિંગ મામલે કાર્યવાહી કરવામાં જિલ્લા મેજિસ્ટ્રેટને કેમ રસ નથી. વધુમાં સરકાર દ્વારા આવા કેસ પર પાસા અંગેની કાર્યવાહી માટે રજૂ કરેલા જવાબથી કોર્ટ વધુ ગુસ્સે થઇ હતી. કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી.

લેન્ડ ગ્રેબિંગ પર યોગ્ય કાર્યવાહી ન કરતા અધિકારીઓની હાઇકોર્ટે કાઢી ઝાટકણી
લેન્ડ ગ્રેબિંગ પર યોગ્ય કાર્યવાહી ન કરતા અધિકારીઓની હાઇકોર્ટે કાઢી ઝાટકણી

By

Published : Aug 24, 2021, 8:51 AM IST

Updated : Aug 24, 2021, 1:35 PM IST

  • અમરેલીમાં લેન્ડ ગ્રેબિંગ કેસમાં પાસા લગાડવાની કાર્યવાહી
  • સરકાર તરફે રજૂ કરેલા જવાબમાં પાસા કરાયા હોવાનો તર્ક
  • સરકારી જમીનમાં લેન્ડ ગ્રેબિંગ અંગે કાર્યવાહી

અમદાવાદ:અમરેલી શહેરમાં લેન્ડ ગ્રેબિંગ કેસમાં પાસા લગાડવાની કાર્યવાહી પર હાઇકોર્ટ ગુસ્સે ભરાઈ હતી. સરકાર તરફે રજૂ કરેલા જવાબમાં પાસા કરાયા હોવાનો તર્ક આપવામાં આવ્યો હતો. જો આ મહિલાને તડીપાર કરવામાં આવે તો પણ એ વકીલની મદદ લઇ શકે છે. પણ પાસા કરવામાં આવે તો એને કાર્યવાહી કરવામાં લાંબો સમય નીકળી જાય તેવું અવલોકન કર્યું હતું.

કોર્ટે ભારોભાર નારાજગી વ્યક્ત કરી

કોર્ટે ભારોભાર નારાજગી વ્યક્ત કરીને ટકોર કરી કે ન્યાયના વહીવટમાં અવરોધ ઉભો કરવા બદ્દલ આ અધિકારી સામે આપરાધિક તિરસ્કારની કાર્યવાહી કેમ ન કરવી જોઈએ? ખાનગી કેસમાં શા માટે કલેક્ટર આટલો રસ ધરાવે છે ? એક પણ એવો કેસ બતાવો જેમાં સરકારી જમીનમાં લેન્ડ ગ્રેબિંગ અંગે કાર્યવાહી થઈ હોય! રાજ્ય સરકારના અધિકારીઓ નવા લેન્ડ ગ્રેબિંગ એક્ટનો સહારો લઈ રહ્યા હોવાનું પણ કોર્ટે નોંધ્યું હતું.

શું છે સમગ્ર મામલો ?

અમરેલીમાં લેન્ડ ગ્રેબિંગ મામલે આજે્ હાઇકોર્ટમાં થયેલી 4 અરજીઓ પર સુનાવણી હતી. જેમાં ખાનગી જમીન પર ઝુંપડી બાંધીને રહેતા લોકો સામે પાસાની કાર્યવાહી અંગે કોર્ટ સમક્ષ મુદ્દો આવ્યો હતો. આ સુનાવણી દરમિયાન હાઇકોર્ટ દ્વારા નારાજગી વ્યક્ત કરાઈ હતી. ભાડુઆત અને મકાન માલિક વચ્ચેના મામલામાં પણ પાસાની કાર્યવાહી થાય છે પણ ગૌચરની જમીન અંગે કોઈ ધ્યાન અપાય છે ખરા તેવો પ્રશ્ન કોર્ટે સરકારને કર્યો હતો.

Last Updated : Aug 24, 2021, 1:35 PM IST

ABOUT THE AUTHOR

...view details