ગુજરાત

gujarat

ETV Bharat / state

અમરેલીમાં જિલ્લામાં કોરોનાના કારણે પ્રથમ મોત, 55 મહિલાએ દમ તોડ્યો - અમરેલીમાં કોરોના કેસ

અમરેલીમાં કોરોના વાઇરસને કારણે 55 વર્ષીય મહિલાનું મોત થયું છે. શનિવારે મૃત્યુ બાદ આજે તેને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું

અમેરલી
અમેરલી

By

Published : May 31, 2020, 3:12 PM IST

અમરેલીઃ શનિવારે અમરેલીના ગજેરાપરા વિસ્તારના ૫૫ વર્ષીય મહિલાનું મૃત્યુ થયું છે. જે મહિલાનો કોરોના રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો છે. જેની સાથે જિલ્લામાં આત્યારસુધી કુલ 10 કેસ નોંધાયા છે.

અમેરલી
અમરેલીના ગજેરાપરા વિસ્તારના મહિલા 28મે ના અમદાવાદથી અમરેલી આવ્યા હતા. આ મહિલા હાઈપર ટેંશન અને અસ્થમાના દર્દી હતા. તેમને વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ લોકડાઉન લાગુ થતા ત્યાં જ રહ્યા હતા.

આ મહિલાને શનિવાર સવારે દાખલ કરવામાં આવ્યા ત્યારે જ એમની પરિસ્થિતિ ઘણી ક્રિટિકલ હતી. જેના પગલે તેમનું ગઈકાલે જ મોત થયું હતું. તેમની અંતિમવિધિ પણ ગાઇડલાઈન મુજબ કરવામાં આવી હતી.

હાલ, આ મૃતક દર્દીના કોન્ટેક્ટમાં આવેલા તમામના ટ્રેસીંગની કાર્યવાહી તેમજ દર્દીના રહેઠાણની આસપાસના વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details