ગુજરાત

gujarat

ETV Bharat / state

અમરેલીના ગામડાઓના રસ્તા અતિ બિસ્માર હાલતમાં, સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો - GUjarati news

અમરેલીઃ જિલ્લાના ખારી ગામનો રસ્તો અતિ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. આ ગામની બાજુમાં 2015 બાદ કોઈ સમાર કામ કે રસ્તો બન્યો જ નથી. તેથી ગ્રામજનોને અવર-જવર કરવામાં ખૂબ જ તકલીફ પડી રહી છે.

અમરેલી

By

Published : Jul 14, 2019, 6:19 PM IST

ખારી ગામથી ખીજડિયા હાડાળા અને આજુ બાજુ ગામના વિસ્તારોના રસ્તાઓ ખુબ જ બિસ્માર હાલતમાં છે. તો પણ ગામના લોકોને આ રસ્તા પરથી વારંવાર પસાર થવું પડે છે. અતિ બિસ્માર હાલતમાં રસ્તો હોવાથી ગ્રામજનોને ખુબ જ હાલાકી ભોગવવી પડી રહી છે અને એમ્બ્યુલન્સમાં બિમાર વ્યક્તિ સમયસર હોસ્પિટલ પહોંચી શકતી નથી. તંત્ર દ્વારા 2015ના પુર બાદ આ રસ્તો બનાવામાં જ આવ્યો નથી જેથી લોકોને ભારે મુશ્કેલી વેઠવવાનો વખત આવ્યો છે.

ખારી ગામનો રસ્તો અતિ બિસ્માર હાલતમાં, સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા

ગામના લોકોનો આ રસ્તો કાયમી હોવાથી દિવસમાં ઘણી વખત પસાર થવાનું હોય છે, પરંતુ આ રસ્તા પર નીકળતા લોકોને પેટના દુઃખાવા પણ થાય છે. તેમજ એક્સિડન્ટના બનાવમાં એકનું મૃત્યુ પણ થયું છે. તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી કરવામાં આવતી નથી.

ABOUT THE AUTHOR

...view details