ગુજરાત

gujarat

ETV Bharat / state

અમરેલીના જાફરાબાદ નજીકથી સિંહનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો - body of a lion

અમરેલી જિલ્લામાં વારંમવાર સિંહ જોવા મળે છે, ત્યારે અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં એક સિંહનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. સિંહનો મૃતદેહ મળતા વનવિભાગ દ્વારા તેનુ મોત થવા પાછળનું કારણ જાણવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

અમરેલીના જાફરાબાદ નજીકથી સિંહનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો
અમરેલીના જાફરાબાદ નજીકથી સિંહનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો

By

Published : Aug 25, 2020, 3:51 AM IST

અમરેલી: જિલ્લાના જાફરાબાદ તાલુકાના નાગેશ્રી અને દુધાળા વચ્ચે વરસાદી માહોલ વચ્ચે એશિયાટિક સિંહનુ મોત થયું હોવાની જાણવા મળ્યું છે. નદી કાંઠેથી સિંહનો કોહવાયેલ હાલતમા મૃતદેહ મળી આવ્યો છે. પાણીમા ડૂબી જવાથી સિંહનુ મોત થયું હોવાનુ વનવિભાગ દ્રારા પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. જેની પુષ્ટિ ડી.સી.એફ.નિશા રાજ એ આપી હતી.

વનવિભાગ દ્વારા સિંહનો મૃતદેહ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details