ગુજરાત

gujarat

ETV Bharat / state

પોલીસ પર હુમલો કરનારા 2 ઈસમોને પાસા હેઠળ ધકેલાયા - In which 3 employees of Savarkundla Town Police attacked with knife and stone

અમરેલી જિલ્લાનાં સાવરકુંડલા ટાઉન વિસ્તારમાં અસામાજીક ઈસમોએ સાવરકુંડલા ટાઉન પોલીસ પર 5 એપ્રિલના રોજ પેટ્રોલિંગ દરમિયાન રાત્રે હુમલો કર્યો હતો.

પોલીસ પર હુમલો કરનારા 2 ઇસમોને પાસા હેઠળ ધકેલાયા
પોલીસ પર હુમલો કરનારા 2 ઇસમોને પાસા હેઠળ ધકેલાયા

By

Published : Apr 22, 2020, 8:23 PM IST

અમરેલીઃ કોરોના વાઇરસ રોગચાળાની મહામારીને અનુસંધાને ભારત સરકાર દ્વારા જાહેર કરેલા લોકડાઉન દરમિયાન પોતાની ફરજ નિભાવતી પોલીસ પર અમરેલી જિલ્લાનાં સાવરકુંડલા ટાઉન વિસ્તારમાં અસામાજીક ઈસમોએ સાવરકુંડલા ટાઉન પોલીસ પર 5 એપ્રિલના રોજ પેટ્રોલિંગ દરમિયાન રાત્રે હુમલો કર્યો હતો. જેમાં સાવરકુંડલા ટાઉન પોલીસના 3 કર્મચારી પર છરી તેમજ પથ્થર વડે હુમલો કરવામાં આવેલા હુમલો કરનારા ઈસમો શાહનવાઝ ઉર્ફે બગી અબ્દુલભાઈ કુરેશીએ છરી બતાવી પથ્થરો ફેંકી હુમલો કર્યો હતો. અશરફ હનિફભાઈ ડૈરૈયાએ પોલીસને ગાળો આપી પથ્થરો ફેંકી હુમલો કર્યો હોતો.

પોલીસ પર હુમલો કરનારા 2 ઇસમોને પાસા હેઠળ ધકેલાયા
આ ઈસમો વિરૂદ્ઘ 5 એપ્રિલના કલમ 19/45 ગુ.ન.પાર્ટ - IPC કલમ 269, 270, 188, 353, 186, 504, 336, 114 તથા ઍપેડીમક ડિસીઝ એક્ટ-1897ની કલમ ૩ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ કલમ 51 (એ) સાવરકુંડલા ટાઉનમાં ગુનો રજીસ્ટર કર્યો હતો.
પોલીસ પર હુમલો કરનારા 2 ઇસમોને પાસા હેઠળ ધકેલાયા
અમરેલી LCB દ્વારા લોકડાઉન દરમિયાન પોલીસ પર હુમલો કરનારા અસામાજીક તત્વો સામે પાસા દરખાસ્ત તૈયાર કરેલા, જે અનુસંધાને કલેક્ટર અમરેલી દ્વારા પાસા અટકાયત હુકમ કરવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details