ગુજરાત

gujarat

ETV Bharat / state

રેડિયોના શોખીન નિવૃત શિક્ષકે 125 જેટલા જૂના રેડિયોનો સંગ્રહ કર્યો - collection

અમરેલીઃ જિલ્લાના ચલાલા ગામના રેડિયોના શોખીન અને સંગ્રાહક નિવૃત્ત પ્રાથમિક શિક્ષકે 60થી 70 વર્ષ જૂના રેડિયોનો સંગ્રહ કરી વારસો જાળવી રાખ્યો છે. આ સંગ્રાહકે નાના મોટાથી લઇ લગભગ 125 જેટલા રેડિયોનો સંગ્રહ કર્યો છે.

અમરેલી

By

Published : Jul 9, 2019, 9:06 PM IST

ચલાલા ગામના સુલેમાનભાઈ દલ રેડિયોનો શોખ ધરાવે છે. અલગ અલગ બ્રાંડના તેમજ દેશ વિદેશના શરૂઆતથી લઇને હાલ સુધીના રેડિયો સંગ્રહ કરી રાખ્યા છે. જેમાં મરફી, ફિલિપ્સ, બુશ, એચ.એમ.વી., ગૃન્ડિંગ, સોની જેવા નામાંકિત કંપનીઓના રેડીઓ તેમજ ગ્રામોફોન, સ્ફુટેપ જેવા લગભગ 60થી 70 વર્ષ જુના રેડિયોનો સંગ્રહ છે. આ રેડિયોનને તેમણે અલગ સ્થળો પર જાત મુલાકાત લઈ એકત્ર કરવામા આવ્યા છે. સાથે જ તેમણે રેડિયોને દુરસ્ત કરી તેને ચાલુ રાખી તેની જાળવણી કરી છે.

રેડિયોના શોખીન શિક્ષકે 125 જેટલા જૂના રેડિયોનો કર્યો સંગ્રહ

ABOUT THE AUTHOR

...view details