ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરારિબાપુ પર થયેલા હુમલાના વિરોધમાં સેંજળધામ ગામ સવ્યંભૂ બંધ

સાવરકુંડલા તાલુકાના સેંજળધામ ગામ જયા મોરારિ બાપુનુ ગુરુ સ્થાનક એટલે ધ્યાનસ્વામી બાપુનો આશ્રમ આવેલો છે. ત્યાં સર્વજ્ઞાતિ સમુહ લગ્નનુ પણ દર વર્ષે આયોજન કરવામા આવે છે, ત્યાં મોરારિબાપુએ 2 રામકથા પણ કરેલી છે. જ્યારે બાપુ પર હુમલો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, ત્યારે સેંજળધામ ગામના લોકોની લાગણી દુભાણી હતી. જેથી ગામે સ્વંમભૂ બંધ પાળ્યો હતો અને કડ્ક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી..

મોરારી બાપુ પર થયેલા હુમલાના વિરોધમાં સેંજળધામ ગામ દ્વારા સવ્યંભુ બંધ પાળવામાં આવ્યો
મોરારી બાપુ પર થયેલા હુમલાના વિરોધમાં સેંજળધામ ગામ દ્વારા સવ્યંભુ બંધ પાળવામાં આવ્યો

By

Published : Jun 21, 2020, 7:57 PM IST

અમરેલીઃ સાવરકુંડલા તાલુકાના સેંજળ ગામ જ્યાં મોરારિબાપુનુ ગુરુ સ્થાનક એટલે ધ્યાનસ્વામી બાપુનો આશ્રમ આવેલો છે. સર્વજ્ઞાતિ સમુહ લગ્નનુ પણ દર વષૅ આયોજન કરવામા આવે છે. બે રામકથા પણ અહી કરવામા આવી હતી અને રામકથા દરમિયાન મોરારિબાપુ દ્વારા જ આ ગામનુ નામ સેંજળધામ કરવામાં આવ્યુ હતુ..

મોરારી બાપુ પર થયેલા હુમલાના વિરોધમાં સેંજળધામ ગામ દ્વારા સવ્યંભુ બંધ પાળવામાં આવ્યો
દ્રારકા જગત મંદિરની અંદર બાપુ પર હુમલો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તેનાથી સેંજળધામના લોકોની લાગણી દુભાણી જેથી ગામે સવ્યંભૂ બંધ પાળી મારારી બાપુના આશ્રમ તરીકે ઓળખાતા ધ્યાનસ્વામિ આશ્રમમાં રામધુન બોલાવી હુમલો કરવાનો પ્રયત્ન કરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી..

ABOUT THE AUTHOR

...view details